અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 513.20 પોઈન્ટ (0.85 ટકા)ના ઘટાડા સાથે 60,098.54ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 96.00 પોઈન્ટ (0.53 ટકા)ના ઘટાડા સાથે 17,957.40ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોઃ Russia Ukraine war: કારની કિંમતમાં થઈ શકે છે વધારો, પુરવઠાની અછતનો ભય
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ - આજે અદાણી પોર્ટ્સ (Adani Ports) 3.59 ટકા, એનટીપીસી (NTPC) 2.98 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 2.48 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 2.43 ટકા, ટાટા કન્સ. પ્રોડ (Tata Cons. Prod) 2.25 ટકા ઉંચકાયા છે. જ્યારે એચડીએફસી બેન્ક (HDFC Bank) -3.06 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -2.28 ટકા, એચડીએફસી (HDFC) -2.27 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -2.04 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -1.47 ટકા ગગડ્યા છે.
સોના-ચાંદીની કિંમત - આજે બુલિયન માર્કેટમાં (Bullion Market) સોના અને ચાંદીની કિંમતમાં સામાન્ય તેજી જોવા મળી હતી. જ્વેલરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 51,500 રૂપિયા પર ચાલી રહી છે. તો ગઈકાલે સોનાની કિંમત 51,485 રૂપિયા પર બંધ થઈ હતી. જ્યારે આજે આ કિંમત 51,512 રૂપિયા પર ખૂલી છે. તો આ તરફ ચાંદીનો ભાવ 66,445 રૂપિયા પર ચાલી રહ્યો છે. તો 24 કેરેટ સોનાની કિંમત 51,512 રૂપિયા પર ખૂલી છે. શુક્રવારની વાત કરીએ તો બુલિયન માર્કેટમાં (Bullion Market) સોનાની કિંમત 51,485 રૂપિયા પર બંધ થઈ હતી. આજે કિંમતમાં 27 રૂપિયાની તેજી આવી છે. જ્યારે 23 કેરેટ સોનાની સરેરાશ કિંમત 51,306 રૂપિયા રહી છે. તો 22 કેરેટ સોનાની વર્તમાન કિંમત 47,185 રૂપિયા રહી છે. આ સિવાય 18 કેરેટની કિંમત 38,634 રૂપિયા પર પહોંચી છે. આ ઉપરાંત આજે 14 કેરેટ સોનાની કિંમત 30,135 રૂપિયા રહી છે.