અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) પણ નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 107.98 પોઈન્ટ (0.20 ટકા)ના વધારા સાથે 54,578.65ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 29.50 પોઈન્ટ (0.18 ટકા) તૂટીને 16,331.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- તમારા મહેનતના પૈસા કઈ રીતે બચાવવા અને તેમાં વૃદ્ધિ કરવી, જાણો
વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 80 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.93 ટકાના ઘટાડા સાથે 26,074.53ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.12 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.34 ટકા તૂટીને 15,994.42ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો હેંગસેંગ 2.61 ટકાના ઘટાડા સાથે 19,480.14ના સ્તર પર જોવા મળી રહ્યું છે. સાથે જ કોસ્પીમાં 1.15 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. આ સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.43 ટકાના વધારા સાથે 3,017.03ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો- HDFC Bank Loan: HDFCએ ધિરાણ દરમાં આટલા ટકાનો કર્યો વધારો, હવે લોન લેવી થશે મોંઘી
આ શેર્સમાં રોકાણ કરશો તો થશે કમાણી - એક્સિસ બેન્ક (Axis Bank), ટીસીએસ (TCS), પાવરગ્રિડ (Power Grid), ઈન્ડસ પાવર (Indus Power), સિપ્લા (Cipla), એચસીએલ ટેક (HCL Tech), આઈઆઈએફએલ સિક્યોરિટીઝ (IIFL Securities), બેન્ક ઓફ બરોડા (Bank of Baroda).