ETV Bharat / business

Share Market India: ઉછાળા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 589 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 589.47 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 142.25 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.

Share Market India: ઉછાળા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 589 પોઈન્ટ ઉછળ્યો
Share Market India: ઉછાળા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 589 પોઈન્ટ ઉછળ્યો
author img

By

Published : Mar 30, 2022, 3:37 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 589.47 પોઈન્ટ (1.02 ટકા)ના ઉછાળા સાથે 58,533.12ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 142.25 પોઈન્ટ (0.82 ટકા)ના ઉછાળા સાથે 17,498.25ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- Credit Card Benefits : વિદેશ પ્રવાસ દરમિયાન શ્રેષ્ઠ મિત્ર એટલે 'ક્રેડિટ કાર્ડ'

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ - આજે દિવસભર એચડીએફસી લાઈફ (HDFC Life) 3.62 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 3.34 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 2.94 ટકા, ટાટા કન્સ. પ્રોડ (Tata Cons. Prod) 2.87 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 2.73 ટકા ઉંચકાયા છે. જ્યારે ઓએનજીસી (ONGC) -5.44 ટકા, હિન્દલ્કો (Hindalco) -4.97 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) -4.72 ટકા, આઈટીસી (ITC) -2.12 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) -1.99 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- આરોગ્ય વીમા યોજનાઓમાં દાવા અથવા સંચિત બોનસ વિશે જાણો

RBI વધારી શકે છે વ્યાજદર - નિષ્ણાતના મતે, નાણાકીય વર્ષ 2022-23માં RBI પોતાના વ્યાજદરોમાં 2થી 3 વખત વધારો કરી શકે છે. RBI એક સમયે એવા નિષ્કર્ષ પર આવશે કે, મોંઘવારીના દબાણને પહોંચી વળવા માટે વ્યાજદર વધારવા સિવાય અન્ય કોઈ ઉપાય નહીં હોય. ઉલ્લેખનીય છે કે, RBIએ છૂટક ફુગાવાના 6 ટકાના અપરલિમિટને પાર કર્યા પછી મોંઘવારીના મોરચા પર પોતાના વલણમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ એ પણ બતાવે છે કે, ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર છેલ્લા એક દાયકાના સૌથી ઉંચા સ્તર પર રહ્યો છે, જે એક ચિંતાજનક વાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.