ETV Bharat / business

Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 59,000ની નજીક

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત વધારા સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Sensex) 88.74 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 34 પોઈન્ટની મજબૂતી જોવા મળી છે.

Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 59,000ની નજીક
Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 59,000ની નજીક
author img

By

Published : Mar 31, 2022, 10:18 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેની અસર ભારતીય શેરબજાર (Share Market India) પર પણ જોવા મળી રહી છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત વધારા સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 88.74 પોઈન્ટ (0.13 ટકા)ના વધારા સાથે 58,763.14ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 34 પોઈન્ટ (0.20 ટકા)ની મજબૂતી સાથે 17,530.35ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.

આ પણ વાંચો- રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીની ઓફર પર અમેરિકાએ કહ્યું- ઈતિહાસ ભારતને ખોટી બાજુએ મૂકી દેશે

આજે આ શેર રહેશે ચર્ચામાં - આજે દિવસભર એક્સિસ બેન્ક (Axis Bank), ઓએનજીસી (ONGC), નઝારા ટેકનોલોજિઝ (Nazara Technologies), ટાટા સ્ટિલ (Tata Steel), મંગલમ સિમેન્ટ (Mangalam Cement), ઈન્ડિયા ગ્લાયકોલ્સ (India Glycols), મેક્સ હેલ્થકેર (Max Healthcare), એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝ (SMC Global Securities), નારાયણા હ્રુદાયલય (Narayana Hrudayalaya), ગોદરેજ પ્રોપર્ટીઝ (Godrej Properties) જેવા શેર ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Wings India 2022 :એરબસ સાથે ટાટાની નવા એરક્રાફ્ટની ખરીદી માટે ચર્ચા

વૈશ્વિક બજાર પર નજર - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 33.50 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.18 ટકાના ઘટાડા સાથે 27,977.98ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.18 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. સાથે જ તાઈવાનનું બજાર 0.06 ટકાના ઉછાળા સાથે 17,750.66ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.64 ટકાના ઘટાડા સાથે 22,090.43ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો કોસ્પીમાં 0.55 ટકાના વધારા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.09 ટકાના વધારા સાથે 3,269.53ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.