અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂત થઈ હતી, પરંતુ આખા દિવસના વેપાર બાદ શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આ સાથે જ રોકાણકારો નિરાશ જોવા મળ્યા હતા. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 109.94 પોઈન્ટ (0.20 ટકા)ના ઘટાડા સાથે 54,208.53ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 19 પોઈન્ટ (0.12 ટકા)ના ઘટાડા સાથે 16,240.30ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- LIC Share Listing: LICના IPOનું ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ, રોકાણકારો રડ્યા
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) 2.72 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 2.03 ટકા, એચયુએલ (HUL) 2.04 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 1.95 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 1.97 ટકા.
આ પણ વાંચો- - આ વર્ષે વૈશ્વિક ડિજિટલ ખર્ચ યુએસ ડોલર 1.8 ટ્રિલિયનને વટાવી જવાની અપેક્ષા
સૌથી વધુ ગગડેલા શેર્સ - પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) - 4.63 ટકા, બીપીસીએલ (BPCL) -3.27 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -2.28 ટકા, એસબીઆઈ (SBI) -2.09 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -2.05 ટકા.
ઈક્વિટી બજારોમાં ભારે ઘટાડો - સમગ્ર વિશ્વમાં ઈક્વિટી બજારોમાં અત્યારના દિવસોમાં ભારે ઘટાડો (Decline in equity markets) જોવા મળ્યો છે. અમેરિકામાં નાસડેક 100 પોતાના નવેમ્બર 2021ના હાઈથી 26,48 ટકા તૂટ્યો છે. US ફેડ તરફથી વ્યાજદરોમાં વધારાના કારણે તમામ સ્ટોક્સનું ધોવાણ થયું છે. તેના કારણે અમેરિકી સ્ટોક્સમાં પૈસા લગાવનારા, આંતરરાષ્ટ્રીય મ્યૂચ્યુઅલ ફંડોમાં રોકાણ કરનારા તમામ ભારતીયોને ઘણું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રોકાણકારોને સલાહ છે કે, વધતા વ્યાજદરો સિવાય જિયો-પોલિટિકલ તણાવ પર પણ ધ્યાન આપે. એ પણ ધ્યાન રહે કે, અસ્થિરતા રાતોરાત ગાયબ ન થઈ શકે.