અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 547.83 પોઈન્ટ (0.99 ટકા)ના ઉછાળા સાથે 55,816.32ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 158.60 પોઈન્ટ (0.96 ટકા)ના વધારા સાથે 16,641.80ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- ભારતમાંથી નક્કી થશે સોનાના ભાવ, વધારા ઘટાડા પાછળ આ મુદ્દા જવાબદાર
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - લાર્સન (Larsen) 2.99 ટકા, સન ફાર્મા (Sun Pharma) 2.82 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 2.80 ટકા, એસબીઆઈ (SBI) 2.57 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 2.39 ટકા.
આ પણ વાંચો- EPFOએ મે મહિનામાં નવા સભ્યો ઉમેર્યા, 22-25 વર્ષની વયના લોકોની સંખ્યામાં થયો વધારો
સૌથી વધુ ગગડેલા શેર્સ - ભારતી એરટેલ (Bharti Airtel) -1.51 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) -1.52 ટકા, યુપીએલ (UPL) -1.01 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -0.60 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -0.46 ટકા.