ETV Bharat / business

Share Market India: શેરબજારમાં ફરી ગાબડું, સેન્સેક્સ 709 નિફ્ટી 225 પોઈન્ટ ગગડ્યો - Share Market India Update

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 709.54 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 225.50 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: શેરબજારમાં ફરી ગાબડું, સેન્સેક્સ 709 નિફ્ટી 225 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Jun 22, 2022, 3:40 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે શરૂ થયું હતું, પરંતુ દિવસ દરમિયાન શેરબજારમાં (Share Market India) કોઈ પણ પ્રકારની તેજી જોવા મળી નહતી. છેવટે ફરી એક વાર ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 709.54 પોઈન્ટ (1.35 ટકા)ના ઘટાડા સાથે 51,822.53ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 225.50 પોઈન્ટ (1.44 ટકા)ના ઘટાડા સાથે બંધ થયો છે.

આ પણ વાંચો- શું ફરી RBI વ્યાજના દરોમાં કરશે વધારો ?

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - બીપીસીએલ (BPCL) 1.46 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 1 ટકા, ટીસીએસ (TCS) 0.30 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 0.11 ટકા, પાવરગ્રીડ કોર્પ (Power Grid Corp) 0.07 ટકા.

આ પણ વાંચો- FPI એ જૂનમાં અત્યાર સુધીમાં સ્ટોક માર્કેટમાંથી ઉપાડ્યા રુપિયા 14,000 કરોડ

સૌથી વધુ ગગડેલા શેર્સ - હિન્દલ્કો (Hindalco) -6.69 ટકા, યુપીએલ (UPL) -6.17 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) -5.30 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) -4.25 ટકા, વિપ્રો (Wipro) -3.23 ટકા.

દેશની આર્થિક સ્થિતિ અંગે વિશ્લેષણ - ઈકોનોમિક થિંક ટેન્કના વિશ્લેષણ મુજબ, ભારત એવા ઉચ્ચ જોખમવાળા દેશોમાંનો એક છે જે આગામી બે-ત્રણ વર્ષમાં ઉચ્ચ ફુગાવો અને નીચી આર્થિક વૃદ્ધિનો સામનો કરી શકે છે. છેલ્લા એક વર્ષથી દેશ ઊંચા જથ્થાબંધ અને છૂટક ભાવનો સામનો કરી રહ્યો છે. કેટલીક રેટિંગ એજન્સીઓ અને થિંક ટેન્કોએ આવતા વર્ષે માર્ચમાં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિના અનુમાનને ડાઉનગ્રેડ કર્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, દેશની અર્થવ્યવસ્થા ગગડી રહી છે. એટલે કે, સ્ટેગફ્લેશન તરફ આગળ વધી રહી છે. તે ઊંચી ફુગાવાની, નીચી આર્થિક વૃદ્ધિની સ્થિતિ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.