મુંબઈઃ મહારાષ્ટ્રના મહાનગર મુંબઈમાંથી એક એવો કિસ્સો સામે (Glass Pieces in Pizza) આવ્યો છે કે, પિઝા ખાતા પહેલા એક વખત તો અવશ્ય વિચારશો. જેમાં એક વ્યક્તિએ મુંબઈ પોલીસના ટ્વીટર હેન્ડલ પર જાણીતી પિઝા ફ્રેન્ચાઈઝી (Dominos Pizza Mumbai) ડોમિનોઝ પિઝામાંથી મળેલા કાચના કટકાનો ફોટો પોસ્ટ કરી દીધો છે. જેને ધ્યાને લઈને કંપનીએ આ હકીકત છે કે, ગ્રાહકે બદલો લેવા કર્યું છે એ અંગે તપાસના આદેશ આપ્યા છે. આ તસવીર પોસ્ટ કરનાર વ્યક્તિનું નામ અરૂણ કલ્લુરી છે.
-
2 to 3 pieces of glass found in @dominos_india This speaks volume about global brand food that we are getting @dominos @jagograhakjago @fssaiindia Not sure of ordering ever from Domino's @MumbaiPolice @timesofindia pic.twitter.com/Ir1r05pDQk
— AK (@kolluri_arun) October 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">2 to 3 pieces of glass found in @dominos_india This speaks volume about global brand food that we are getting @dominos @jagograhakjago @fssaiindia Not sure of ordering ever from Domino's @MumbaiPolice @timesofindia pic.twitter.com/Ir1r05pDQk
— AK (@kolluri_arun) October 8, 20222 to 3 pieces of glass found in @dominos_india This speaks volume about global brand food that we are getting @dominos @jagograhakjago @fssaiindia Not sure of ordering ever from Domino's @MumbaiPolice @timesofindia pic.twitter.com/Ir1r05pDQk
— AK (@kolluri_arun) October 8, 2022
તારીખનો ઉલ્લેખ નથીઃ અરૂણે ડોમિનોઝ પિઝામાં આપવામાં આવાત ફૂડ સામે પ્રશ્નો ઊભા કર્યા છે. અરૂણે એવી વાત કરી દીધી કે, દરેક વ્યક્તિ ઓનલાઈન ઓર્ડર કરતા પહેલા એ વાત વિચારી શકે છે. જોકે, આ મામલે કંપનીએ હજુ સુધી કોઈ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યો નથી. પણ અરૂણનો સંપર્ક કરવા જુદા જુદા માધ્યમોએ રીતસરની દોડ લગાવી હતી. આ મામલો મુંબઈ પોલીસે તસવીરની નોંધ લઈને કહ્યું કે, કોઈ પણ પગલું ભરતા પહેલા ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરો.
અમે આઉટલેટ અને ફૂડની ક્વોલિટી અંગે તપાસ કરી રહ્યા છીએ. આ મામલો મુંબઈથી અમારી સામે આવ્યો છે. કેસની હકીકત જાણવા માટે અમે ગ્રાહકનો સંપર્ક પણ કર્યો છે. અમે અમારા કિચનમાં ગ્લાસ ફ્રી પોલીસીનું પાલન કરી રહ્યા છીએ. ગુણવત્તા અને સિક્યુરિટીને ચોક્કસથી અનુસરી રહ્યા છીએ. ગ્રાહક પાસેથી મળેલા ફૂડના નમૂનાઓ બાદ અવશ્ય તપાસ કરીશું. જોકે, આ ઘટના સામે આવતા જે લોકોને ડોમિનોઝના પિઝા ભાવે છે તેઓ નિરાશ થયા છે.-- પ્રવક્તા ડોમિનોઝ પિઝા