ETV Bharat / business

રોકાણકારો આનંદો, LICનો IPO પહેલા જ દિવસે બપોર સુધીમાં 39 ટકા થયો સબ્સ્ક્રાઈબ - LIC IPO Open

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)નો IPO છૂટક રોકાણકારો (LIC IPO Open) માટે આજથી ખૂલી ગયો છે. LICના IPOનું સબ્સ્ક્રિપ્શન ખૂલ્યાના એક કલાકની અંદર 12 ટકાની ખરીદી થઈ ગઈ છે. જ્યારે બપોર સુધીમાં આ IPO 39 ટકા સબ્સ્ક્રાઈબ થઈ ગયો છે.

રોકાણકારો આનંદો, LICનો IPO પહેલા જ દિવસે બપોર સુધીમાં 39 ટકા થયો સબ્સ્ક્રાઈબ

author img

By

Published : May 4, 2022, 10:35 AM IST

Updated : May 4, 2022, 1:45 PM IST

અમદાવાદઃ LICનો IPO પહેલા જ દિવસે બપોર સુધીમાં 39 ટકા સબ્સ્ક્રાઈબ થઈ ગયો છે. જોકે, સબ્સ્ક્રિપ્શન (LIC IPO) ખૂલ્યાના એક કલાકની અંદર 12 ટકાની ખરીદી થઈ ગઈ છે. એટલે કે 22.13 ટકા ઈક્વિટી શેર્સના ઓફર ફોર સેલમાં લગભગ 1 કરોડથી વધારે શેર સબ્સ્ક્રિપ્શન ખૂલ્યાના એક કલાકની અંદર વેચાઈ ગયા છે. આ સાથે જ LICના IPOને (LIC IPO) આજે પહેલા જ દિવસે જોરદાર પ્રતિક્રિયા મળી છે. આ IPO ખૂલતા જ અલગ અલગ કેટેગરીના રોકાણકારોએ આમાં રસ દેખાડ્યો છે. ત્યારે બપોર સુધી LICનો IPO (LIC IPO) 37 ટકા સુધી સબ્સ્ક્રાઈબ થઈ ગયો છે. જ્યારે કર્મચારીઓનો ભાગ 67 ટકા સબ્સ્ક્રાઈબ થયો છે. તો પૉલિસીહોલ્ડર્સના કોટા ઓવરસબ્સ્ક્રાઈબ્ડ થઈ ગયો છે. તેનો અર્થ એ છે કે, આ કોટા માટે 1.28 ગણી બોલી લાગી ચૂકી છે. તો છૂટક રોકાણકારોનો કોટા પણ 40 ટકા સુધી ભરાઈ ચૂક્યો છે.

સરકારનું લક્ષ્ય 21,000 કરોડ રૂપિયા એકઠા કરવાનું - આપને જણાવી દઈએ કે, સવારે 11.03 વાગ્યા સુધી છૂટક વ્યક્તિગત રોકાણકારોના ભાગના 0.18 ગણા અને બિનસંસ્થાકીય રોકાણકારોની શ્રેણીના 0.04 ગણું સબ્સ્ક્રિપ્શન થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી મોટી વીમા કંપની LICનો IPO આજે (બુધવારે) છૂટક અને સંસ્થાકીય રોકાણકારો માટે સબસ્ક્રિપ્શન માટે ખૂલી (LIC IPO Open) ગયો છે. વીમા કંપનીમાં તેનો 3.5 ટકા હિસ્સો ઘટાડીને સરકારનું લક્ષ્ય આશરે 21,000 કરોડ રૂપિયા કમાવવાનું છે. LICનો IPO 9 મેએ બંધ થશે. LICનો IPO (LIC IPO) માટે ઈક્વિટી શેરદીઠ 902-949 રૂપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે.

રોકાણકારો અને કર્મચારીઓને મળશે ડિસ્કાઉન્ટ - દરખાસ્તમાં પાત્ર કર્મચારીઓ અને પૉલિસીધારકો માટે (Discount for IPO to employees and policyholders) આરક્ષણ આપવામાં આવ્યું છે. છૂટક રોકાણકારો અને પાત્ર કર્મચારીઓને ઈક્વિટી શેરદીઠ 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે પૉલિસીધારકોને ઈક્વિટી શેરદીઠ 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ (Discount for IPO to employees and policyholders) મળશે. શેરનું વેચાણ 22.13 કરોડ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) દ્વારા કરવામાં આવે છે. આ શેર 17 મેએ લિસ્ટ થવાની શક્યતા છે. LIC એ મુખ્યત્વે સ્થાનિક સંસ્થાઓની આગેવાની હેઠળના એન્કર રોકાણકારો પાસેથી 5,627 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. એન્કર ઇન્વેસ્ટર્સ (AI) શેર (5,92,96,853 ઇક્વિટી શેર) રૂ. 949 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે સબસ્ક્રાઇબ થયો હતો.

આ પણ વાંચો- Share Market India: સામાન્ય ઉછાળા સાથે શેરબજારની શરૂઆત, LICના IPO પર હશે સૌની નજર

LICએ IPOનું કદ ઘટાડ્યું - બજારની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે LICએ તેના IPOનું કદ અગાઉના નિર્ધારિત 5 ટકાથી ઘટાડીને 3.5 ટકા કર્યું છે. આશરે 20,557 કરોડ રૂપિયાના કદમાં ઘટાડો થયો હોવા છતાં LICનો IPO દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે. વર્ષ 2021માં Paytmના IPOમાંથી (LIC IPO) એકત્રિત કરાયેલી રકમ સૌથી વધુ 18,300 કરોડ રૂપિયા હતી. ત્યારબાદ કોલ ઈન્ડિયા (વર્ષ 2010) લગભગ 15,500 કરોડ રૂપિયા અને રિલાયન્સ પાવર (વર્ષ 2008) 11,700 કરોડ રૂપિયા હતી.

આ પણ વાંચો- Petrol Diesel Price in Gujarat : રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને લોકો ત્રાહિમામ

LIC અંગે જાણવા જેવી વાત - આપને જણાવી દઈએ કે, LICની (Life Insurance Corporation IPO) સ્થાપના 1 સપ્ટેમ્બર 1956ના રોજ 5 કરોડ રૂપિયાની પ્રારંભિક મૂડી સાથે 245 ખાનગી જીવન વીમા કંપનીઓના વિલીનીકરણ અને રાષ્ટ્રીયકરણ દ્વારા કરવામાં આવી હતી. તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં 32 વ્યક્તિગત ઉત્પાદનો (16 સહભાગી ઉત્પાદનો અને 16 બિનભાગીદારી ઉત્પાદનો) અને 7 વ્યક્તિગત વૈકલ્પિક રાઈડર લાભોનો સમાવેશ થાય છે. વીમાદાતાના જૂથ ઉત્પાદન પોર્ટફોલિયોમાં 11 જૂથ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2021 સુધીમાં પ્રીમિયમ અથવા GWPના સંદર્ભમાં LICનો બજારહિસ્સો 61.6 ટકા, નવા બિઝનેસ પ્રીમિયમના સંદર્ભમાં 61.4 ટકા, વ્યક્તિગત પૉલિસી જારી કરવામાં આવેલી સંખ્યાના સંદર્ભમાં 71.8 ટકા અને 88.8 ટકા હતો.

Last Updated : May 4, 2022, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.