નવી દિલ્હી : ભારત-ચીન સરહદ પર અવારનવાર ગરમાગરમીનો માહોલ રહેતો હોય છે. ઉપરાંત ભારતીય સીમામાં ચીન સૈન્યની ઘૂસણખોરીના સમાચાર છાશવારે મળતા રહે છે. ભારત-ચીન વચ્ચે આટલો તણાવપૂર્ણ માહોલ હોવા છતાં, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-ચીન વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ હવે લાંબા સમય બાદ પછી ભારત-ચીન વેપારમાં ઘટાડાનાં સંકેતો જોવા મળી શકે છે.
હાંફી રહ્યું ચીનઃ આ વર્ષના પ્રથમ છ મહિનામાં ભારત અને ચીન વચ્ચેના વેપારમાં 0.9 ટકાનો ઘટાડો થયો છે. જોકે, ચીનનો કુલ વિદેશી વેપાર પણ લગભગ 5 ટકા જેટલો ઘટી ગયો છે. ચીનના અર્થતંત્રને કોરોના મહામારીમાં થયેલા નુકસાનમાંથી બહાર આવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો છે. આ કારણે તેના વિદેશ વેપારમાં ઘટાડો થયો છે.
ચીનની ભારતમાં નિકાસ : ચીની કસ્ટમ્સ ગુરુવારે આયાત-નિકાસની આંકડાકીય માહિતી જાહેર કરી હતી. તે મુજબ આ વર્ષના પ્રથમ છ મહિનામાં ચીનની ભારતમાં નિકાસ 56.53 બિલિયન ડોલર રહી હતી. જે એક વર્ષ અગાઉની 57.51 બિલિયન ડોલર કરતાં 0.9 ટકા ઓછી છે.
ચીનમાં ભારતની નિકાસ : ચીની કસ્ટમ્સની માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન ચીનમાં ભારતની કુલ નિકાસ 9.49 બિલિયન ડોલર હતી. એક વર્ષ પહેલા તે 9.57 બિલિયન ડોલર હતી. આ રીતે, વર્ષ 2023 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પણ વ્યાપારમાં ઘટાડો થયો છે. જો એક વર્ષ અગાઉ 67.08 બિલિયન ડોલરથી ઘટીને 47.04 બિલિયન ડોલર થઈ ગયો છે.
ગત વર્ષનો વ્યાપાર : ગત વર્ષ ભારત-ચીન વેપાર માટે ખૂબ જ સારું વર્ષ હતું. ગયા વર્ષે ભારત-ચીનનો વ્યાપાર 135.98 બિલિયન ડોલરની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. વર્ષ 2022 માં ભારત-ચીનનો કુલ વેપાર 8.4 ટકાના વધારા સાથે અગાઉના વર્ષના 125 અબજના આંકડાને પાર કરી ગયો હતો.
સર્વાધિક નુકસાન : ભારત-ચીનના સંબંધોમાં ઉતાર-ચઢાવ હોવા છતાં ચીન સાથે ભારતના વેપારમાં ઘટાડો પ્રથમ વખત 100 બિલિયન ડોલરને વટાવી ગયો છે. વર્ષ 2022 માં ભારતના વેપારમાં 101.02 બિલિયન ડોલરની નુકસાની હતી. 2021 માં તે નુકશાન 69.38 બિલિયન ડોલર હતું.
વર્ષો પછી ઘટાડો : ઉલ્લેખનિય છે કે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં ભારત-ચીન વચ્ચેના વેપારમાં વર્ષો પછી ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે, આ સમયગાળા દરમિયાન આયાત અને નિકાસ સહિત ચીનનો કુલ વેપાર એક વર્ષ અગાઉની સરખામણીમાં 5 ટકા ઘટ્યો હતો. તેની નિકાસમાં 3.2 ટકા અને આયાતમાં 6.7 ટકાનો ઘટાડો થયો છે.
- Food Oil:ખાદ્યતેલની આયાતમાં થયો વધારો, 13.11 લાખ ટન ને માંગમાં ઉછાળો
- GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક બાદ શું સસ્તું, શું મોંઘું થયું, જુઓ