ETV Bharat / business

2 દિવસ પછી શેરબજારમાં આવી તેજી, આજે આ કંપનીઓનો ખૂલશે IPO - World Stock Market

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Sensex) 150.10 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 48 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.

2 દિવસ પછી શેરબજારમાં આવી તેજી, આજે આ કંપનીઓનો ખૂલશે IPO

author img

By

Published : May 11, 2022, 9:42 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 150.10 પોઈન્ટ (0.28 ટકા)ના ઉછાળા સાથે 54,514.95ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 48 પોઈન્ટના ઉછાળા સાથે 16,288ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- ગુજરાતની કંપની વિનસ પાઈપ્સનો IPO 11 મેના રોજ ખૂલશે, જાણો આઈપીઓ ભરવા જેવો છે કે નહી?

આ કંપનીઓનો IPO આજે ખૂલશે - વિનસ પાઈપ્સ (Venus Pipes) દિલ્હીવેરીનો આઈપીઓ (Delhivery IPO) આજે ખૂલશે અને 13 મેએ બંધ થશે. દિલ્હીવેરીએ IPO ખૂલતા પહેલા એન્કર ઈન્વેસ્ટર્સના માધ્યમથી 2,400 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. આ કંપની 5,235 કરોડ રૂપિયાનો IPO લઈને આવી રહી છે. જ્યારે વિનસ પાઈપ્સ કંપની 165 કરોડ રૂપિયાનો IPO લઈને આવી રહી છે. કંપનીએ IPO માટે 310થી 326 રૂપિયા પ્રતિશેરનો પ્રાઈસ બેન્ડ રાખ્યો છે.

આ પણ વાંચો- ડૉલર સામે રૂપિયાના ઘટાડાને કારણે ભારતનું આયાત બિલ વધી રહ્યું છે, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 24.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.32 ટકાના વધારા સાથે 26,249.83ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.60 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. સાથે જ તાઈવાનનું બજાર 0.19 ટકાના ઘટાડા સાથે 16,031.64ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો હેંગસેંગ 1.18 ટકાના વધારા સાથે 19,864.72ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 1.37 ટકાના વધારા સાથે 3,077.38ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.