નવી દિલ્હીઃ વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં તેજી વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂપિયા 100 વધીને રૂપિયા 60,050 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી.ગત ટ્રેડિંગ સેશનમાં સોનું રૂપિયા 59,950 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી પણ રૂપિયા 600 વધીને રૂપિયા 77,000 પ્રતિ કિલો પર પહોંચી હતી. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, મંગળવારે દિલ્હીમાં હાજર સોનાના ભાવ રૂપિયા 100 વધીને રૂપિયા 60,050 પ્રતિ 10 ગ્રામ થયા હતા. જોકે, સોનામાં રોકાણ કરતા રોકાણકારો માટે હવે બીજા વિકલ્પો ખુલે એવી આશા છે.
રૂપિયાને કોઈ ફાયદો નહીંઃ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ડોલરની નબળાઈનો ફાયદો રૂપિયાને મળી શક્યો નથી. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું કે, આ સપ્તાહે યુએસ રિટેલ સેલ્સ ડેટા અને યુકેના ફુગાવાના ડેટા આવવાના છે. આ કારણે બજારના સહભાગીઓએ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો પ્રતિ ડોલર 82.01 પર ખુલ્યો હતો. 81.97ની ઊંચી અને 82.07ની નીચી સપાટીને સ્પર્શ્યા બાદ અંતે તે એક પૈસાનો ઘટાડો દર્શાવે છે. જે પ્રતિ ડોલર 82.04 પર બંધ રહ્યો હતો. સોમવારે રૂપિયો પ્રતિ ડૉલર 82.03 ના સ્તર પર બંધ થયો હતો.
તેજીનો માહોલઃ ડૉલરની નબળાઈ અને સ્થાનિક બજારોમાં તેજીના કારણે રૂપિયામાં થોડો સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. સ્થાનિક શેરબજારો નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા, જેણે સ્થાનિક ચલણને પ્રોત્સાહન આપ્યું. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દર વધારાની વધતી જતી અપેક્ષાઓ પર યુએસ ડોલર 15-મહિનાની નીચી સપાટીએ આવી ગયો હતો. કારણ કે ફુગાવો અપેક્ષા કરતાં વધુ હળવો થયો હતો. ડૉલર ઇન્ડેક્સ, જે વિશ્વની છ મુખ્ય કરન્સી સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.07 ટકા ઘટીને 99.77 થયો હતો.
ક્રુડને અસરઃ દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ 0.62 ટકા વધીને બેરલ દીઠ $ 78.99 થયો હતો. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 205.21 પોઈન્ટ અથવા 0.31 ટકાના વધારા સાથે 66,795.14 પોઈન્ટની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા ખરીદદાર રહ્યા હતા અને સોમવારે ચોખ્ખા ધોરણે રૂ. 2,115.84 કરોડના શેર ખરીદ્યા હતા.