નવી દિલ્હી: સ્થાનિક અને વૈશ્વિક મોરચે વિકાસથી ચિંતિત વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના (Foreign Portfolio Investment) ભારતીય શેરબજારોમાં વેંચાણ ચાલુ છે. FPIએ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય બજારોમાંથી રૂપિયા 14,000 કરોડ પાછા ખેંચી લીધા છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં FPIએ ભારતીય સ્ટોક એક્સચેન્જોમાંથી રૂપિયા 1.81 લાખ કરોડ ઉપાડી લીધા છે.
આ પણ વાંચો: ઈન્સ્ટાગ્રામ યુઝર્સ માટે સારા સમાચાર: 90 સેકન્ડની રીલ્સ કરી શકાશે રેકોર્ડ
મધ્યસ્થ બેન્કો દ્વારા ચાલુ રહેશે નાણાકીય વલણ: જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના (Geojit Financial Services) રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, FPIનું વેચાણ આગળ વધવાનું ચાલુ રહેશે. જોકે ટૂંકા અને મધ્યમ ગાળામાં થોડું વેચાણ થઈ શકે છે. નાયરે જણાવ્યું હતું કે, આ એટલા માટે છે કારણ કે, અર્થતંત્રમાં મંદી, ચુસ્ત નાણાકીય વલણ, પુરવઠાની બાજુની સમસ્યાઓ અને ઊંચા ફુગાવાને (High inflation) બજારે પહેલેથી જ સ્વીકાર્યું છે. લાંબા ગાળે, જ્યારે ફુગાવો ઊંચો હોય ત્યારે જ મધ્યસ્થ બેન્કો (Central banks) દ્વારા આક્રમક નાણાકીય વલણ ચાલુ રહેશે. માહિતી અનુસાર, FPIએ 1 થી 10 જૂન દરમિયાન ભારતીય શેરબજારોમાંથી (Indian stock markets) 13,888 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. તેમનું વેચાણ ઓક્ટોબર, 2021થી ચાલુ રહેશે. નાયરે જણાવ્યું હતું કે, ફેડરલ રિઝર્વના આક્રમક વલણને કારણે હાલમાં FPIનું વેચાણ ચાલુ છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, FPIએ ઇક્વિટી સિવાય ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂપિયા 600 કરોડ ઉપાડી લીધા છે.
આ પણ વાંચો: આ રાજ્યમાં બન્યું વિશ્વનું પ્રથમ લિક્વિડ મિરર ટેલિસ્કોપ, આકાશગંગાની લીધી તસવીર
રોકાણનો આકર્ષક વિકલ્પ નથી: મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જોખમના પરિપ્રેક્ષ્યમાં, USAમાં પણ વધતા વ્યાજ દરોને કારણે ભારતીય બોન્ડ માર્કેટ હવે વિદેશી રોકાણકારો (Foreign investors) માટે રોકાણનો આકર્ષક વિકલ્પ નથી. ભારત ઉપરાંત FPIએ પણ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન તાઈવાન, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને ફિલિપાઈન્સ જેવા ઊભરતાં બજારોમાંથી પણ નિકાસ કરી છે.