નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. આ મહિનાના અડધાથી વધુ દિવસો પસાર થઈ ગયા છે. હવે થોડા દિવસો પછી નવો ઓક્ટોમ્બરનો મહિનો શરુ થશે. પરંતુ નવા મહિના પહેલા સપ્ટેમ્બર મહિનામાં ઘણા નાણાકીય કાર્યો માટે સમયમર્યાદા છે. તેને સમયસર પૂર્ણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અન્યથા ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
2000ની નોટો બદલવાની સમયમર્યાદા: ભારતીય રિઝર્વ બેન્કે 2000ની નોટોને ચલણમાંથી હટાવ્યા બાદ, RBIએ નોટો બદલવા માટે ચાર મહિનાનો સમય આપ્યો હતો. જેની અંતિમ તારીખ 30મી સ્પટેમ્બર છે. એટલે કે, 30 સપ્ટેમ્બર પહેલા બેન્કમાં જઈને 2000 રુપિયાની નોટો બદલી લેવી જોઈએ. અન્યથા તે પછીથી કોઈ કામના રહેશે નહીં.
ડીમેટ MF નોમિનેશનની અંતિમ તારીખ: સેબીએ ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનીની વિગતો આપવી ફરજિયાત બનાવી છે. જે અંતર્ગત ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં નોમિની જાહેર કરવા અથવા નોમિનેશનમાંથી પાછી ખેંચવા માટે તારીખ 30મી સપ્ટેમ્બર 2023ની અંતિમ તારીખ છે.
આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ: જેમના આધાર કાર્ડ 10 વર્ષ જુનું છે, તેમના માટે તેને અપડેટ કરવું ફરજિયાત છે અને આ કાર્ય માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. તેથી આ મહત્વપૂર્ણ કામ સમય પહેલા કરો નહીંતર તારીખ 1 ઓક્ટોમ્બરથી ગ્રાહકોના ચાલુ ખાતા સસ્પેન્ડ કરવામાં આવશે. તે જમાં ઉપાડ અને વ્યાજની સુવિધા મેળવી શકશે નહીં.
SBI સ્પેશિયલ FD: વરિષ્ઠ નાગરિકો પાસે SBI દ્વારા લોન્ચ કરવામાં આવેલી WeCare Special FDમાં રોકાણ કરવાની તારીખ 30 સપ્ટેમ્બર સુધી તક છે. અંતિમ તારીખ પહેલા આ વિશેષ FDમાં રોકાણ કરો, જેમાં 7.50 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.
IDBI અમૃત મહોત્સવ FD: IDBI બેન્કે સ્કીમ શરુ કરી છે. જેનું નામ છે અમૃત મહોત્સવ FD. આ સ્કીમ હેઠળ બેન્ક 375 દિવસની FD પર 7.10 ટકા વ્યાજ આપી રહી છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકાના દરે વ્યાજ મળશે. આ સિવાય બેન્કે 444 દિવસની FD પર સામાન્ય નાગરિકોને 7.51 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.65 ટકા વ્યાજ આપી રહી છે.