ETV Bharat / business

Bullish Share Market : કમુરતા હટ્યા ! BSE Sensex 73,400 અને NSE Nifty 22,110 રેકોર્ડ બ્રેકિંગ સપાટી વટાવી - IPO Subscription

વર્ષ 2024 ની શરુઆતથી ભારતીય શેરબજારમાં એક બાદ એક નવા રેકોર્ડ સ્થપાઈ રહ્યા છે. આજે 15 જાન્યુઆરી, સોમવારના રોજ બજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન BSE Sensex 73,400 અને NSE Nifty 22,110 રેકોર્ડ બ્રેકિંગ સપાટી વટાવી ગયા હતા. IT સેક્ટરમાં તોફાની તેજી નોંધાઈ છે.

Bullish Share Market
Bullish Share Market
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 15, 2024, 4:48 PM IST

મુંબઈ : ભારતીય શેરબજારમાં 15 જાન્યુઆરી, સોમવારના રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો હતો. IT સેક્ટરમાં તોફાની તેજી કારણે બજારના મુખ્ય સૂચકાંકો આજે નવી ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યા હતા. BSE Sensex પ્રથમ વખત 73,400 ની રેકોર્ડ બ્રેકિંગ સપાટી વટાવી હતી. જ્યારે NSE Nifty પણ 22,115 ઓલ ટાઈમ હાઈ સ્પર્શયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 760 અને 203 પોઈન્ટના ઉછાળા સાથે ઉંચા મથાળે બંધ થયા હતા. IT ઉપરાંત ફાર્મા અને બેન્કિંગ સેક્ટરમાં પણ જોરદાર લેવાલી જોવા મળી હતી.

BSE Sensex : આજે 15 જાન્યુઆરી, સોમવારના રોજ BSE Sensex ગતરોજના 72,568 બંધની સામે 482 પોઈન્ટ વધારા સાથે પ્રથમવાર 73,050 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ દિવસ દરમિયાન સતત મજબૂત વલણને જાળવી રાખી ભારે લેવાલીના પગલે સતત ઉપર ચડતા રહી 73,402 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 760 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી 73,328 ના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 1.05 ટકાનો વધારો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 203 પોઈન્ટ (0.93%) ઉછળીને 22,097 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે ગતરોજના 21,894 બંધની સામે 159 પોઈન્ટ સુધારા સાથે પ્રથમવાર 22,053 ના મથાળે ખુલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન સતત મજબૂત વલણને જાળવી રાખી NSE Nifty છેલ્લા એક વર્ષમાં ઓલટાઇમ હાઈ 22,115 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

IPO અપડેટ : મેડી આસિસ્ટ હેલ્થકેર IPO સબ્સ્ક્રિપ્શનના સ્ટેટસની વાત કરવામાં આવે તો NII કેટેગરીમાં 11% અને રિટેલ કેટેગરીમાં 23% એમ કુલ 14% સબ્સ્ક્રિપ્શન થયા છે.

Wholesale Inflation Rate : ડિસેમ્બરના વ્હોલસેલ ઇન્ફેકશન રેટની અપડેટ આવી રહી છે. જે મુજબ ડિસેમ્બરમાં વ્હોલસેલ ઇન્ફેકશન રેટ 0.73% (અંદાજિત 0.90%) રહ્યો છે. વ્હોલસેલ ઇન્ફેકશન 0.26% થી વધીને 0.73% (MoM) થયો છે. જેમાં પ્રાથમિક આર્ટિકલ WPI 4.76% થી વધીને 5.78% (MoM), ઇંધણ અને પાવર WPI -4.61% થી વધીને -2.41% (MoM), મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ WPI -0.61% થી ઘટીને -0.79% (MoM) અને ખાદ્ય મોંઘવારી દર WPI 4.69% થી વધીને 5.39% (MoM) થયો છે.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં વિપ્રો (6.25%), HCL ટેક (2.90%), ઇન્ફોસીસ (2.47%), ભારતી એરટેલ (2.39%) અને ટેક મહિન્દ્રા (2.34%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં સૌથી વધુ ગગડેલા શેરોમાં બજાજ ફાઇનાન્સ (-2.34%), બજાજ ફિનસર્વ (-1.17%) અને લાર્સન (-0.66%), ટાટા મોટર્સ (-0.48%) અને ટાટા સ્ટીલનો (-0.26%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1114 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1083 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં વિપ્રો, HDFC બેંક, SBI અને ICICI બેંકના સ્ટોક રહ્યા હતા.

  1. Stock Market Opening Bell: નિફ્ટીએ પહેલીવાર 22,000ની સપાટી કુદાવી, સેન્સેક્સ 73,000ને પાર
  2. Bullish Share Market : Nifty ઓલ ટાઈમ હાઈ ! BSE Sensex 72,720 અને NSE Nifty 21,920 ઐતિહાસિક સપાટી વટાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.