ETV Bharat / business

Bullish Share Market : Nifty ઓલ ટાઈમ હાઈ ! BSE Sensex 72,720 અને NSE Nifty 21,920 ઐતિહાસિક સપાટી વટાવી

વર્ષ 2023 માં 27 ડિસેમ્બર, બુધવારના દિવસની ઐતિહાસિક હાઈનો રેકોર્ડ તૂટ્યો છે. ભારતીય શેરબજારમાં આજે ટ્રેડિંગ સેશન દરમિયાન BSE Sensex અને NSE Nifty રેકોર્ડ બ્રેકિંગ સપાટી વટાવી ગયા હતા. શેરબજારમાં નવી ઓલ ટાઈમ હાઈ સાથે BSE Sensex 72,721 અને NSE Nifty 21,928 ના લેવલને પ્રથમવાર સ્પર્શ્યા હતા. અંતે BSE Sensex 847 પોઈન્ટ વધીને 72,568 પર અને NSE Nifty 260 પોઈન્ટ વધીને 21,908 પર બંધ થયો.

Bullish Share Market
Bullish Share Market
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 4:56 PM IST

Updated : Jan 12, 2024, 5:02 PM IST

મુંબઈ : ચાલુ કારોબારી સપ્તાહના અંતે ભારતીય શેરબજાર અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી ઐતિહાસિક સપાટી પર બંધ થયું છે. 12 જાન્યુઆરી, શુક્રવારના ઐતિહાસિક દિવસે પ્રથમવાર BSE Sensex 72,721 અને NSE Nifty 21,928 રેકોર્ડ બ્રેકિંગ સપાટીએ પહોંચ્યા હતા. આજે બજારના મુખ્ય સૂચકાંક નવી ઓલ ટાઈમ હાઈ નોંધાવી રેકોર્ડ બ્રેકિંગ સપાટી પર બંધ થયા છે. ટ્રેડિંગ સેશના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 847 અને 247 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી ઊંચા મથાળે બંધ રહ્યા હતા. આઈટી શેરોની ખરીદીને કારણે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

BSE Sensex : આજે 12 જાન્યુઆરી, શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 71,721 બંધની સામે 427 પોઈન્ટ સુધારા સાથે 72,148 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ દિવસ દરમિયાન સતત મજબૂત વલણને જાળવી રાખી ભારે લેવાલીના પગલે સતત ઉપર ચડતા રહી 72,721 ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 847 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી 72,568 ના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 1.18 ટકાનો વધારો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 247 પોઈન્ટ (1.14%) ઉછળીને 21,928 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ ગતરોજના 21,647 બંધની સામે 126 પોઈન્ટ વધારા સાથે 21,773 ના મથાળે ખુલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન સતત મજબૂત વલણને જાળવી રાખી NSE Nifty છેલ્લા એક વર્ષમાં ઓલટાઇમ હાઈ 21,928 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ઇન્ફોસિસ (7.49%), ટેક મહિન્દ્રા (4.73%), વિપ્રો (4.00%), ટીસીએસ (3.89%) અને HCL ટેક (3.85%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં સૌથી વધુ ગગડેલા શેરોમાં બજાજ ફિનસર્વ (-1.05%), પાવર ગ્રીડ કોર્પો (-0.97%) અને અલ્ટ્રાટેક સિમેન્ટ(-0.81%), HDFC બેંક (-0.57%) અને મારુતિ સુઝુકીનો (-0.46%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1116 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1027 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ઇન્ફોસિસ, ટીસીએસ, રિલાયન્સ અને મારુતિ સુઝુકીના સ્ટોક રહ્યા હતા.

  1. PARLIAMENT BUDGET : મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી થશે શરૂ
  2. Vibrant Summit 2024: એઆઈ ટેકનોલોજી વિશે શંકર ત્રિવેદી શું કહે છે? જૂઓ વીડિયો

Last Updated : Jan 12, 2024, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.