શ્રીનગર(જમ્મુ અને કાશ્મીર): નાણા રાજ્ય મંત્રી ભગવંત કિશનરાવ કરાડે બુધવારે જણાવ્યું હતું કે બેંકોના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ લઘુત્તમ બેલેન્સ જાળવતા ન હોય તેવા ખાતાઓ પરના દંડને દૂર કરવાનો નિર્ણય લઈ શકે છે. (ACCOUNTS FOR NOT KEEPING MINIMUM BALANCE)એક પ્રશ્નના જવાબમાં કરાડે પત્રકારોને જણાવ્યું હતું કે, 'બેંકો સ્વતંત્ર સંસ્થા છે. તેમના બોર્ડ ઓફ ડિરેક્ટર દંડ માફ કરવા અંગે નિર્ણય લઈ શકે છે.
બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ : મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે શું કેન્દ્ર, બેંકોને એવા ખાતાઓ પર કોઈ દંડ ન વસૂલવા નિર્દેશ આપવાનું વિચારી રહ્યું છે જેમાં થાપણો લઘુત્તમ નિર્ધારિત સ્તરથી નીચે આવે છે. તેના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, બેંકોના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ આના પર નીર્ણય લઇ શકે છે. નાણા રાજ્ય મંત્રી જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ નાણાકીય યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવા કેન્દ્ર શાસિત પ્રદેશની બે દિવસીય મુલાકાતે છે.