નવી દિલ્હીઃ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા 24 જાન્યુઆરીએ અદાણી ગ્રુપના બિઝનેસ અંગે રિપોર્ટ જાહેર થયા બાદ ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અદાણી જૂથને આર્થિક નુકસાનની સાથે તેની બ્રાન્ડ ઈમેજને પણ ઘણી નકારાત્મક અસર પહોંચી છે.
સ્વતંત્ર તપાસની તૈયારી: જો કે અદાણી જૂથે હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને ફગાવી દીધો છે. આ સાથે હિંડનબર્ગ પર કાનૂની વિકલ્પો પર વિચાર કરવા માટે એક મોટી અમેરિકન લિગલ કંપનીના સંપર્કમાં છે. અદાણી ગ્રુપ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટની તપાસ માટે સ્વતંત્ર ઓડિટની તૈયારી કરી રહી છે. જે માટે અમેરિકન એકાઉન્ટન્સી ફર્મ ગ્રાન્ટ થોર્નટનની મદદ લેવા જઈ રહી છે.
Home loan: હોમ લોન પર વધતા દેવાના બોજને કેવી રીતે દૂર કરશો, જાણો
અમેરિકન કંપની કરી હાયર: જોકે, હજુ સુધી આ અંગે ઓડિટ ફર્મ કે અદાણી ગ્રુપ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ દ્વારા હાયર કરવામાં આવેલી અમેરિકન એકાઉન્ટન્સી ફર્મ ગ્રાન્ટ થોર્ન્ટન અમેરિકાની જાણીતી કંપની છે. તે વિશ્વનું સાતમું સૌથી મોટું એકાઉન્ટિંગ નેટવર્ક છે અને યુએસમાં છઠ્ઠું સૌથી મોટું એકાઉન્ટિંગ ફર્મ છે, જે ઓડિટ અને નાણાકીય સલાહકાર સેવાઓ પ્રદાન કરે છે. કંપનીમાં 8500થી વધુ કર્મચારીઓ કામ કરે છે. તે જ સમયે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ગ્રાન્ટ થોર્ન્ટનને અદાણી જૂથ વતી કંપનીઓનું સ્વતંત્ર ઓડિટ કરવા માટે રાખવામાં આવ્યા છે. કંપની દ્વારા આ બાબતને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવી છે.
Adani vs Hindenburg : અદાણીએ હિંડનબર્ગ સામે ખોલ્યો મોરચો, અમેરિકન કાનૂની ટીમને કરી હાયર
અદાણી જૂથ પર ગંભીર આરોપો: હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ પર સ્ટોક મેનીપ્યુલેશન સહિતના ઘણા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. અદાણી જૂથ દ્વારા અહેવાલનું ખંડન કરવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પછી પણ, બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લા 3 અઠવાડિયામાં, અદાણી જૂથને લગભગ 120 અબજની સંપત્તિનું નુકસાન થયું છે. તે જ સમયે, ભારતીય નિયમનકારી એજન્સીનું દબાણ વધી રહ્યું છે. હિંડનબર્ગ રિસર્ચ બાદ ભારતીય નિયમનકારી એજન્સી દ્વારા અનેક પ્રકારની તપાસ કરવામાં આવી છે.