નવી દિલ્હી: બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) એ તેમના માટે આરક્ષિત 96.16 લાખ શેરની સામે ત્રણ ગણાથી વધુ શેર માટે બિડ લગાવી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે આરક્ષિત 1.28 કરોડ શેર લગભગ સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયા હતા. જોકે, રિટેલ રોકાણકારો અને કંપનીના કર્મચારીઓએ FPO પ્રત્યે ઉદાસીનતા દર્શાવી હતી. લગભગ અડધો ઇશ્યુ રિટેલ રોકાણકારો માટે આરક્ષિત હતો, જ્યારે તેઓએ પોતાના માટે આરક્ષિત 2.29 કરોડ શેરમાંથી માત્ર 11 ટકા માટે બિડ કરી હતી. તે જ સમયે, કર્મચારીઓ માટે આરક્ષિત 1.6 લાખ શેરમાંથી 52 ટકા માટે બિડ આવી હતી.
આ પણ વાંચો: Economic Survey 2023: નાણાપ્રધાને રજૂ કર્યો આર્થિક સર્વે, વિકાસ દર 6થી 6.8 ટકા રહેવાની સંભાવના
શેરોમાં ઘટાડો: મંગળવારે શરૂઆતના કારોબારમાં અદાણી જૂથની મોટાભાગની કંપનીઓના શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. BSE પર ગ્રૂપ કંપનીઓના શેર સતત ચોથા દિવસે તૂટ્યા છે. ઇન્ટ્રાડે ટ્રેડમાં અદાણી ટોટલ ગેસનો શેર 10 ટકા તૂટ્યો હતો. બીજી તરફ અદાણી ગ્રીન એનર્જી 9.60 ટકા, અદાણી ટ્રાન્સમિશન 8.62 ટકા, અદાણી વિલ્મર પાંચ ટકા, અદાણી પાવર 4.98 ટકા, એનડીટીવી 4.98 ટકા અને અદાણી પોર્ટ્સ 1.45 ટકા ડાઉન હતા. જોકે, અદાણી એન્ટરપ્રાઈઝ 5.26 ટકા, અંબુજા સિમેન્ટ્સ 5.25 ટકા અને ACC 2.91 ટકા ઉપર હતા. મંગળવારે સવારે LICનો શેર 0.82 ટકા ઘટ્યો હતો, જ્યારે પંજાબ નેશનલ બેન્ક (PNB) 3.74 ટકા વધ્યો હતો.
આ પણ વાંચો: Economic Survey 2023: વર્ષ 2023-24 માટે જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનું અનુમાન
અદાણી ગ્રુપે આરોપોને નકાર્યા: અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ અહેવાલ બાદથી ગ્રૂપ કંપનીઓના શેર સતત ઘટી રહ્યા છે અને આ સતત ચોથું સત્ર છે જ્યારે તેમાં ઘટાડો થયો છે. હિંડનબર્ગનો આ રિપોર્ટ અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા રૂપિયા 20,000 કરોડના FPO પહેલા 24 જાન્યુઆરીએ આવ્યો હતો. જો કે અદાણી ગ્રુપ દ્વારા આ રિપોર્ટમાં કરવામાં આવેલા આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે.