- શેરની પ્રાઇસ બેન્ડ રૂ.165થી 175 નિયત કરાઈ છે
- આ આઈપીઓ 23 સપ્ટેમ્બરે બંધ થશે
- લઘુતમ બિડ 85 ઇક્વિટી શેર માટે અને પછી 85 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે
અમદાવાદ- પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડ ઇક્વિટી શેરનો આઈપીઓ 21 સપ્ટેમ્બર, 2021ને મંગળવારે ખુલશે અને 23 સપ્ટેમ્બર, 2021ને ગુરુવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂપિયા 165થી 175 નક્કી કરવામાં આવી છે.
પ્રમોટર વિક્રેતા શેરધારકો દ્વારા શેર વેચાણની ઓફર
કંપની ઓફરમાં રૂપિયા 1,406 મિલિયનના ઇક્વિટી શેરનું ફ્રેશ ઇશ્યૂઅન્સ અને શરદ વિરજી શાહ, મુંજાલ શરદ શાહ (પ્રમોટર વિક્રેતા શેરધારકો) અને અમી મુંજાલ શાહ, શિલ્પા અમિત મહાજન અને અમિત નવીન મહાજન (વ્યક્તિગત વિક્રેતા શેરધારકો), પ્રમોટર વિક્રેતા શેરધારકો સાથે સંયુક્તપણે (વિક્રેતા શેરધારકો) દ્વારા 17,24,490 ઇક્વિટી શેર સુધીના વેચાણની ઓફર સામેલ છે.
આ પણ વાંચો : પૃથ્વીની પરિક્રમા કર્યા બાદ સુરક્ષિત ફર્યું સ્પેસએક્સનું ડ્રેગન કેપ્સ્યુલ
મશીનરી અને ઉપકરણોની ખરીદી કરાશે
પારસ ડિફેન્સના એમડી મુંજાલ શાહે જણાવ્યું હતું કે, "કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ચોખ્ખા ભંડોળનો ઉપયોગ મશીનરી અને ઉપકરણ ખરીદવા, કાર્યકારી મૂડીની સંવર્ધિત જરૂરિયાતો ફંડ પૂરું પાડવા, તમામ કે ચોક્કસ ઋણની પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી કરવા તથા સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે કરવાનો ઇરાદો ધરાવે છે".
આ પણ વાંચો : Bigg Boss OTT: દિવ્યા અગ્રવાલે શો જીત્યો અને 25 લાખ રૂપિયાની ઇનામી રકમ પણ જીતી
પારસ ડિફેન્સ સંરક્ષણના ચાર સેગ્મેન્ટમાં સેવા આપે છે
ફ્રોસ્ટ એન્ડ સુલિવન (એફએન્ડએસ રિપોર્ટ)એ તૈયાર કરેલા “સંરક્ષણ અને અંતરિક્ષ ઉદ્યોગના રિપોર્ટ” મુજબ, કંપની ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં સામેલ છે, જે ભારતીય સંરક્ષણ ક્ષેત્રના ચાર મુખ્ય સેગમેન્ટને સેવા આપે છે – ડિફેન્સ ઓપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રો-મેગ્નેટિક પલ્સ (ઈએમપી) પ્રોટેક્શન સોલ્યુશન તથા સંરક્ષણ અને અતિ ઉચ્ચ ટેકનોલોજીઓ માટે ભારે એન્જિનીયરિંગ. કંપની ભારતમાં અંતરિક્ષ ઉપયોગિતાઓ માટે મોટી સાઇઝના ઓપ્ટિક્સ અને ડિફ્રેક્ટિવ ગ્રેટિંગ્સ જેવા મહત્વપૂર્ણ ઇમેજિંગ ઘટકોની એકમાત્ર ભારતીય સપ્લાયર છે. કંપની સંરક્ષણ અને અંતરિક્ષ ઉપયોગિતા માટે અતિ સચોટ ઓપ્ટિક્સનું ઉત્પાદન કરે છે, જેમ કે થર્મ ઇમેજિંગ અને સ્પેસ ઇમેજિંગ સિસ્ટમ્સ. એફએન્ડએસ રિપોર્ટ મુજબ, આ એકમાત્ર ભારતીય કંપની છે, જે સ્પેસ-ઓપ્ટિક્સ અને મિકેનિકલ એસેમ્બલી સુધીની ડિઝાઇન ક્ષમતા ધરાવે છે.