- વિશ્વભરના શેર માર્કેટમાં ભારી ઉથલપાથલ જોવા મળી
- ભારતનું શેર માર્કેટમાં પણ દબાણ જોવા મળ્યું હતું
- રિલાયન્સ, અદાણી પોર્ટ્સના શેર લાલ નિશાન પર શરૂ થયા
નવી દિલ્હીઃ વિશ્વભરના શેર માર્કેટમાં ભારી ઉથલ પાથલ જોવા મળી હતી. આજે ભારતના શેર માર્કેટમાં પણ દબાણ જોવા મળ્યો હતો. બુધવારે નેસ્ડેક ઈન્ડેક્સ 2.70 ટકા નીચે 12997 પર બંધ થયો હતો. ડાઉ જોન્સ અને એસ એન્ડ પી 500 ઈન્ડેક્સમાં 1.39નો ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 517 પોઈન્ટ નીચે 29042 પર ચાલી રહ્યો છે.
પ્રી ઓપન દરમિયાન સેન્સેક્સ 297.74 પોઈન્ટ નીચે રહ્યો
મોટા શેરની વાત કરીએ તો આજે શેર માર્કેટ શરૂ થતા રિલાયન્સ, ઓએનજીસી, ઈન્ડસઇન્ડ બેન્ક, ભારતીય એરટેલ અને અદાણી પોર્ટ્સના શેર લીલા નિશાન પર શરૂ થયા હતા. જ્યારે હિન્ડાલ્કો, ટાટા સ્ટિલ, એચડીએફસી, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને ટાટા મોટર્સના શેર લાલ નિશાન પર ખૂલ્યા હતા. આ સાથે જ પ્રી ઓપન દરમિયાન સવારે 9.03 વાગ્યે સેન્સેક્સ 297.74 પોઈન્ટ (0.58 ટકા) નીચે 51146.91ના સ્તર પર હતો. જ્યારે નિફ્ટી 123.80 પોઈન્ટ (0.82 ટકા) નીચે 15120.80ના સ્તર પર હતો.