ETV Bharat / business

Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO 1 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે - આઇપીઓ માટે પ્રાઇસ

ટેગા ઈન્ડસ્ટ્રીઝ તેનો પ્રથમ આઈપીઓ (Tega Industries IPO) લઈને મૂડીબજાર (Capital Market)માં પ્રવેશી રહી છે. તેનો આઈપીઓ 1 ડિસેમ્બરે ખૂલશે અને 3 ડિસેમ્બરે બંધ થશે. કંપીનએ તેના ઈક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ રૂપિયા 443થી 453 રાખી છે. આ આઈપીઓમાં 33 શેરની અરજી કરી શકાશે, અને ત્યાર પછી 33ના ગુણાંકમાં અરજી કરાશે.

Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO 1 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે

author img

By

Published : Nov 27, 2021, 10:56 PM IST

  • ટેગા ઈન્ડસ્ટ્રીઝના શેરની પ્રાઈસ બેન્ડ 443થી 453
  • ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરના ફેસ વેલ્યુથી 44.3 ગણી
  • કેપ પ્રાઇસ ઇક્વિટી શેરના ફેસ વેલ્યુથી 45.3 ગણી છે

અમદાવાદ: કોલકાતાની ટેગા ઇન્ડસ્ટ્રીઝે ( Tega Industries IPO ) એના પ્રથમ આઇપીઓ માટે પ્રાઇસ (Tega Industries IPO price) બેન્ડ શેર દીઠ રૂ.443થી 453 નક્કી કરી છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઇપીઓ 1 ડિસેમ્બર, 2021ને બુધવારે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 3 ડિસેમ્બર, 2021ને શુક્રવારે બંધ થશે. રોકાણકારો લઘુતમ 33 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને પછી 33 શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. (Upcoming IPO)

કંપની અગ્રણી ઉત્પાદક અને વિતરક છે

કંપની 30 જૂન, 2021ના રોજ વેચાણને આધારે આંતરરાષ્ટ્રીય મિનરલ બેનિફિશિએશન, માઇનિંગ અને બ્લક સોલિડ સંચાલન ઉદ્યોગ માટે સ્પેશ્યલાઇઝ ‘ઓપરેટ કરવામાં મહત્વપૂર્ણ’ અને રિકરિંગ કન્ઝ્યુમેબ્લ ઉત્પાદનોની અગ્રણી ઉત્પાદક અને વિતરક છે.

પ્રમોટર દ્વારા વેચાણની ઓફર છે

આઇપીઓ (latest IPO news) સંપૂર્ણપણે વિક્રેતા શેરધારકો દ્વારા 1,36,69,478 ઇક્વિટી શેર સુધી, મદન મોહન મોહન્કા દ્વારા 33,14,657 ઇક્વિટી શેર સુધી, મનિષ મોહન્કા દ્વારા 6,62,931 ઇક્વિટી શેર (મદન મોહન મોહન્કા સાથે સંયુક્તપણે) અને વેગ્નેર લિમિટેડ દ્વારા 96,81,890 ઇક્વિટી શેર સુધી (રોકાણકાર વિક્રેતા શેરધારકો)ની વેચાણની ઓફર છે. કંપનીને ઓફરમાંથી કોઈ આવક થશે નહીં.

35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે છે

સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 6(1)ને અનુસરીને ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ સંસ્થાગત બાયર્સને ઉપલબ્ધ કરવામાં આવશે, મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારોને અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

દુનિયાના ટોચના કલાયન્ટને સેવા

ટેગા ઇન્ડસ્ટ્રીઝ ( Tega Industries Limited )ના ગ્રુપ સીઈઓ અને મેનેજિંગ ડીરેક્ટર મેહુલ મોહન્કાએ જણાવ્યું હતું કે, માઇનિંગ અને મિનરલ પ્રોસેસિંગના વિવિધ તબક્કાઓમાં મિનરલ બેનિફિસિએશન, માઇનિંગ અને બલ્ક સોલિડ સંચાલન ઉદ્યોગમાં સ્ક્રીનિંગ, ગ્રાઇન્ડિંગ અને મટિરિયિલ હેન્ડલિંગ સહિત તમામ પ્રકારની સેવાઓ દુનિયાના ટોચના ક્લાયન્ટને આપે છે, જેમાં વેર, સ્પેર-પાર્ટ્સ, ગ્રાઇન્ડિંગ મીડિયા અને પાવર પર આફ્ટર-માર્કેટ ખર્ચ સામેલ છે.

પોલીમર આધારિત મિલ લાઈનર્સનું ઉત્પાદન

આંતરરાષ્ટ્રીય સ્તરે આવકને આધારે ટેગા ઇન્ડસ્ટ્રીઝ (Tega Industries IPO listing date) 30 જૂન, 2021 સુધી પોલીમર-આધારિત મિલ લાઇનર્સની બીજી સૌથી મોટી ઉત્પાદક છે. એના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં 55થી વધારે મિનરલ પ્રોસેસિંગ અને સામગ્રી સંચાલન ઉત્પાદનો સામેલ છે, જે માઇનિંગ ઉપકરણ, એગ્રીગેટ ઉપકરણ અને મિનરલ ક્ષેત્રમાં ઉપભોગક્ષમ ઉદ્યોગમાં બહોળા સમાધાનોને આવરી લે છે.

સ્ટ્રોંગ નાણાંકીય પરિણામ

નાણાકીય વર્ષ 2019-20માં કામગીરીમાંથી આવક રૂ.684.85 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2020-21માં 17.62 ટકા વધીને રૂ. 805.52 કરોડ થઈ હતી, જે માટે ઉત્પાદનોના વેચાણમાં વધારો જવાબદાર હતો. વળી કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2019-20માં રૂ.65.50 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2020-21માં રૂ.136.41 કરોડ થયો હતો.

આ પણ વાંચો: Stock Market Crash: કોરોનાનો નવો વેરિયન્ટ્સ મળી આવતા શેર બજારમાં ઓલરાઉન્ડ વેચવાલી, સેન્સેક્સમાં 1,687 પોઈન્ટનો કડાકો

આ પણ વાંચો: ભારતમાં વધતો વેક્સિનેશનનો દર ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર માટે સકારાત્મક દ્રષ્ટિકોણ, મુડીઝનો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.