ETV Bharat / business

Share Market: સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારમાં મજબૂતી, નિફ્ટી 15,800ને પાર - નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Sensex) 101.62 પોઈન્ટ (0.19 ટકા)ના વધારા સાથે 52,938.83ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 37.40 પોઈન્ટ (0.24 ટકા)ની મજબૂતી સાથે 15,861.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Share Market: સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારમાં મજબૂતી, નિફ્ટી 15,800ને પાર

author img

By

Published : Jul 23, 2021, 9:54 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી ફરી મિશ્ર સંકેત મળ્યા
  • સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 101 તો નિફ્ટી (Nifty) 37.40 પોઈન્ટ મજબૂતી સાથે જોવા મળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે. જોકે, સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 101.62 પોઈન્ટ (0.19 ટકા)ના વધારા સાથે 52,938.83ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 37.40 પોઈન્ટ (0.24 ટકા)ની મજબૂતી સાથે 15,861.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Gold Price: સોનામાં જોવા મળી તેજી, ઓછી માગના કારણે વાયદાની કિંમતમાં ઘટાડો

અમેરિકી બજાર સતત ત્રીજા દિવસે વધારા સાથે બંધ થયું

વૈશ્વિક બજારની વાત કરીએ તો, અમેરિકી બજાર સતત ત્રીજા દિવસે વધારા સાથે બંધ થયું છે. તો ડાઉ ફ્યૂચર્સ (DOW FUTURES)માં 60 પોઈન્ટની તેજી આવી છે. તો એશિયાઈ બજારમાં આજે દબાણ જોવા મળી રહ્યું છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 11.50 પોઈન્ટ ઉપર વેપાર કરી રહ્યો છે. તો ઈવ ઓફ સ્પોર્ટ્સ ડે (The Eve Of SPORTS DAY)ના કારણે જાપાનનું બજાર નિક્કેઈ આજે બંધ છે. આ ઉપરાંત સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.12 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.27 ટકાના વધારા સાથે 17,620.47ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.91 ટકાના ઘટાડા સાથે 27,471.43ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.09 ટકાનો ઘટાડો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.47 ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો- વર્ષ 2021માં ITC સમૂહની વિદેશી ચલણની આવક 29 ટકા વધી, કૃષિ અને વસ્તુઓની નિકાસથી થયો ફાયદો

આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત થતા રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આજે દિવસભર આરઆઈએલ (RIL), ઝોમેટો (Zomato), ઈન્ફો એજ (Info Edge), ભારતીય એરટેલ (Bharti Airtel), વોડા-આઈડીયા (Voda Idea), આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lomabard), પર્સિસ્ટન્ટ સિસ્યમ (Persistent System), એમ્ફેસીસ (MPHASIS) જેવા શેર્સ પર રોકાણકારોની નજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.