મુંબઈ: શેર બજારોમાં તેજી સતત ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી અને સેન્સેક્સ ગુરુવારે 1,411 પોઇન્ટના વધારા સાથે બંધ થયો હતો.
નાણાંપ્રધાન નિર્મલા સીતારામણે કોરોના વાયરસના રોગચાળાને રોકવા માટે ત્રણ અઠવાડિયાના લોકડાઉનની અસરને પહોંચી વળવા 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કર્યા પછી બજારમાં તેજી જોવા મળી હતી.
બીએસઈના 30 શેરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,410.99 અંક એટલે કે 4.94 ટકા વધીને 29,946.77 પર બંધ થયો હતો અને ટ્રેડિંગ દરમિયાન તેમાં 1,564 પોઇન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 323.60 પોઇન્ટ એટલે કે 3.89 ટકા ઉછળીને 8,641.45 ની સપાટીએ બંધ રહ્યું હતું.
વિદેશી બજાર
એશિયાના અન્ય બજારોમાં શંઘાઇ, હોગકોંગ. ટોક્યો અને સોલ નુકશાનીમાં રહ્યા. યુરોપના પ્રમુખ બજારો પણ શરુઆતમાં ઘટાડો જોવા મળ્યો હતો.