BSE ના 30 શેર પર આધારિત સેન્સેક્સ સવારે 180.43 અંકની નબળાઈ સાથે 37,204.56 પર ખુલ્યા હતા, જ્યારે NSE ના 50 શેર પર આધારિત નિફ્ટી 81.05 પોઇન્ટના ઘટાડા સાથે 10,994.85 પર ખુલ્યા હતા.
સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત ભારે ઘટાડા સાથે થઇ હતી. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 71 પૈસાના જોરદાર ઘટાડા સાથે 71.62 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે ગત સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 21 પૈસા મજબૂતીની સાથે 71.91 ના સ્તર પર બંધ થયો હતો.