વર્ષ 2013થી અત્યાર સુધીમાં ડેટાની પડતર કિંમત 95 ટકા ઘટી ગઈ છે. અહેવાલમાં કહેવાયું છે કે મુખ્ય ડિજિટલ ક્ષેત્ર 2025 સુધીમાં બે ગણું વધીને 355થી 435 અબજ ડૉલરનું થઈ દશે. મૈકિન્સે ગ્લોબલ ઈન્સ્ટિયુટનો અહેવાલ ડિજિટલ ઈન્ડિયા ટેકનોલોજી ટુ ટ્રાન્સફોર્મ એ કનેક્શન નેશનમાં લખ્યું છે કે ભારત ડિજિટલ વપરાશકારો માટે ખુબ જ ઝડપથી વધતું બજાર છે. દેશમાં 2018 સુધી ઈન્ટરનેટના 56 કરોડ યૂઝર્સ હતા, જે ચીનથી ઓછા હતા.
અહેવાલ અનુસાર દેશમાં મોબાઈલ ડેટા યૂઝર્સ સરેરાશ પ્રતિ મહિના 8.30 જીબી ડેટાનો ઉપયોગ કરે છે. આ સરેરાશ ચીનમાં 5.50 જીબી અને દક્ષિણ કોરિયા જેવા ડિજિટલ બજારમાં 8થી 8.50 જીબી છે. તેમણે કહ્યું 17 પરિપક્વ અને ઉભરતા બજારોના વિશ્લેષણથી જાણકારી મળી છે કે ભારત કોઈપણ અન્ય દેશની સરખામણીએ અધિક ઝડપથી ડિજિટલ થઈ રહ્યું છે. સરકારની મદદથી અર્થવ્યવસ્થાને ડિજિટલ બનાવવામાં મદદ મળી રહી છે. રીલાયન્સ જિઓ જેવી ખાનગી કંપનીને કારણે 2013થી ડેટાની પડતર સાવ ઘટી ગઈ છે.