સેનસેક્સ સવારે 9 વાગ્યે અગાઉના સત્રની સરખામણીએ વધીને 37,175.86 પર ખુલ્યો અને 37,244.34ના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો, પરંતુ નબળા ટ્રેડિંગના કારણે સેનસેક્સ તરત જ 37,029.52 પર આવી ગયો હતો. સેનસેક્સ અગાઉના સત્રમાં એટલે કે ગુરુવારે 37,104.28ની સપાટીએ બંધ રહ્યો હતો.
આ જ સમયે, નિફ્ટી પણ મામુલી વધારા સાથે 10,986.80 પર ખુલ્યા બાદ 11,023.85 સુધી પહોંચ્યું, પરંતુ ફરી ઘટીને 10,961.95 પર આવી ગયું હતું, જ્યારે નિફ્ટી અગાઉના સત્રમાં 10,982.80 પર બંધ રહ્યું હતું.