મુંબઇ: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં નિફ્ટીમાં લગભગ 800 પોઇન્ટનો કડાકો થયો છે. જેથી નિફ્ટી 7945ની સપાટીએ આવી ગયો છે.
સેન્સેક્સ પર બજાજ ઓટો, એક્સિસ બેન્ક, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરો ઘટીને કારોબાર કરી રહ્યાં છે.
શુક્રવારે ભારતીય શેરબજારના શરૂઆતના કામકાજમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. શુક્રવારે સેન્સેક્સ 400 પોઇન્ટનો ઉછાળો થયો હતો. નિફ્ટીમાં પણ 100 પોઇન્ટનો ઉછાળો મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી શેરબજાર પર કોરોના ઈફેક્ટ યથાવત છે.