ETV Bharat / business

શેર બજારમાં "બ્લેક ફ્રાઈડે": શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1190 અંક ગગડ્યો - બોમ્બે સ્ટોક એક્સચેન્જ

સવારે સેન્સેક્સ ગત સત્રથી 730.04 પોઇન્ટ એટલે કે, 2.18 ટકાના ઘટાડા સાથે 32,808.33 પર કારોબાર કરી રહ્યો હતો અને નિફ્ટી ગત સત્રથી 224.50 અંક એટલે કે, 2.27 ટકાના ઘટાડા સાથે 9677.50 પર ખુલ્યો હતો.

Etv Bharat, Gujarati News, Market Opening
Market Opening
author img

By

Published : Jun 12, 2020, 12:59 PM IST

મુંબઈ નિરાશાજનક વૈશ્વિક સંકેતોથી શુક્રવારે ફરીથી ઘરેલુ બજારમાં હડકંપ મચ્યો હતો. પ્રારંભિક કારોબાર દરમિયાન સેન્સેક્સ 1190 અંક ગગડીને 32,350ની નીચે આવ્યો હતો અને નિફ્ટી પણ 350 અંક કરતા વધુ તૂટીને 9550 સુધીની નીચી સપાટીએ આવ્યો હતો.

જો કે, બાદમાં થોડી રિક્વરી પણ આવી હતી. પરંતુ સેન્સેક્સ ગત્ત સત્રથી 700 પોઇન્ટ નીચે જ્યારે નિફ્ટી 200 અંક નીચે રહ્યો હતો. છેલ્લા સત્રમાં અમેરિકી શેર બજારમાં આવેલા ઘટાડા બાદ એશિયાઇ બજારોમાં પણ નિરાશાજનક સંકેત મળવાથી ઘરેલુ બજારમાં વેચવાલીનો દબાવ બન્યો હતો.

સવારે 9.27 કલાકે સેન્સેક્સ ગત્ત સત્રથી 730.04 અંક એટલે કે, 2.18 ટકાના ઘટાડા સાથે 32,808.33 પર કારોબાર કરી રહ્યો હતો અને નિફ્ટી ગત્ત સત્રથી 224.50 અંક એટલે કે, 2.27 ટકાના ઘટાડા સાથે 9677.50 પર રહ્યો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર પર આધારિત સૂચકઆંક સેન્સેક્સ ગત્ત સત્રની ક્લોઝિંગ કરતા 1101.68 અંકના ઘટાડા સાથે 32436 પર ખુલ્યો અને 32348.10 સુધી ગગડ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત સૂચકઆંક 357.05 અંકના ઘટાડા સાથે 9544.95 પર ખુલ્યો અને 9544.35 સુધી ગગડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.