- રુપિયા.10ની મૂળ કિંમતના ઇક્વિટી શેરનો પ્રાઇઝ બેન્ડ રુ.483–રુ.486
- ન્યૂનતમ બિડ લોટ 30 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 30 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં
- ફ્લોર પ્રાઈઝ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુ 48.3 ગણી
અમદાવાદ- મુંબઇ સ્થિત રીઅલ એસ્ટેટ ડેવલપર, મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (અગાઉની લોધા ડેવલપર્સ લિમિટેડ) બુધવારે તેના ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફરના અનુસંધાનમાં બિડ/ઓફર બુધવાર 7 એપ્રિલ 2021ના રોજ ખુલ્લી મૂકશે અને શુક્રવાર 9 એપ્રિલ 2021ના રોજ બંધ કરશે.
![મેક્રોટેક ડેવલપર્સ લીમિટેડનો IPO 7 એપ્રિલે ખુલી 9 એપ્રિલે થશે બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-18-macrotech-ipo-photo-story-7202752_05042021175240_0504f_1617625360_831.jpg)
કંપનીની મળનારી રકમનો ઉપયોગ
કંપની ફ્રેશ ઇસ્યુમાંથી મળનારી ચોખ્ખી ઉપજનો ઉપયોગ કંપનીના ચુકવવાના બાકી કુલ રુ.1500 કરોડ સુધીના ઋણમાં ઘટાડો કરવા, જમીન કે જમીનના વિકાસના હકોના અધિગ્રહણ માટે કુલ રુ.375 કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા વિચારે છે.
બુક રનિંગ લીડ મેનેજર્સ
એક્સિસ કેપિટલ લિમિટેડ, જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ ઇસ્યુના વૈશ્વિક કો-ઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ, એડલ્વિઝ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, આઇઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, યસ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઇસ્યુના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
આ પણ વાંચોઃ ભારતીય રેલ્વે ફાઇનાન્સ આઇપીઓ લાવવાની તૈયારીમાં