ETV Bharat / business

મિનિરત્ન રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો આઈપીઓ 16 ફેબ્રુઆરીએ ખૂલશે - રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો આઈપીઓ 16 ફેબ્રઆરી ખુલીને 18 ફેબ્રુઆરીએ બંધ થશે. કંપનીના શેરનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાનું હોવાથી તે હેતુથી આઈપીઓ યોજાઈ રહ્યો છે. રેલટેલ કોર્પોરેશનના નવા શેરનું લિસ્ટીંગ શેરબજાર પર થશે.

મિનિરત્ન રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
મિનિરત્ન રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
author img

By

Published : Feb 14, 2021, 10:53 AM IST

  • રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની પ્રાઈઝ બેન્ડ 93-94
  • 16 ફેબ્રુઆરીએ ખૂલીને 18 ફેબ્રુઆરીએ બંધ થશે
  • 155 ઈક્વિટી શેરના બિટ લોટમાં અરજી કરી શકાશે

અમદાવાદ : રેલટેલ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (રેલટેલ) તેના ઇક્વિટી શેર્સની પ્રારંભિક જાહેર ઓફરના સંદર્ભમાં બિડ/ઓફર મંગળવાર, 16 ફેબ્રુઆરી, 2021ના રોજ ખુલ્લી મુકશે અને ગુરુવાર, 18 ફેબ્રુઆરી, 2021ના રોજ બંધ કરશે. રેલટેલ એ દેશના સૌથી મોટા ન્યુટ્રલ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતાઓ પૈકીની એક છે અને તે દેશના અનેક નગરો અને શહેરો તથા ગ્રામીણ વિસ્તારોને આવરી લઇને સમગ્ર ભારતમાં ઓપ્ટિક ફાઇબર નેટવર્ક ધરાવે છે.

રેલટેલ કંપનીએ રેલવે મંત્રાલય હેઠળ આવે છે

રેલટેલ એક મિનિ રત્ન (કેટેગરી -1) કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું ઉદ્યોગસાહસ છે, જે ભારત સરકારની સંપૂર્ણ માલિકીનું છે અને રેલવે મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે. ઓફરની પ્રાઇસ બેન્ડ Rs.10ની મૂળ કિંમતના ઇક્વિટી શેરદીઠ Rs.93થી Rs. 94 નક્કી કરવામાં આવી છે.

8,71,53,369 ઈક્વિટી શેરોનો આઈપીઓ

આ ઓફર Rs. 10ની મૂળકિંમતનો એક એવા 87,153,369 સુધીના ઇક્વિટી શેરો હશે અને આ ઓફર ભારત સરકાર દ્વારા સંપૂર્ણ ઓફર ફોર સેલ હશે. કંપનીને ઓફરમાંથી ઉપજનારી કોઈ રકમ સીધી પ્રાપ્ત થશે નહિ અને ઓફરમાંથી ઉપજનારી સમગ્ર રકમ વેચાણકર્તા શેરધારકને પ્રાપ્ત થશે. આ ઓફરનો હેતુ વેચાણકર્તા શેરહોલ્ડર પાસેના 87,153,369 ઇક્વિટી શેરોનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનો છે અને શેરબજાર પર ઇક્વિટી શેરોના લિસ્ટિંગનો લાભ પ્રાપ્ત કરવાનો છે.

રેલટેલ ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક ધરાવે છે

રેલટેલ કંપનીને તેનું 59,098 રૂટ કિલોમીટરનું ઓપ્ટિકલ ફાઇબર કેબલ નેટવર્ક છે, જે ભારતના નગરો અને શહેરોના 5,929 રેલવે સ્ટેશનોને જોડે છે. રેલટેલ ઉદ્યોગ-સાહસો, જાહેર ક્ષેત્રની બેંકો, સંરક્ષણ સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓને MPLS-VPN,લીઝ્ડ લાઇન સેવાઓ, TPaaS, ઈ-ઓફિસ સેવાઓ અને ડેટા સેન્ટર સેવાઓ, વિશાળ નેટવર્ક હાર્ડવેર સિસ્ટમ ઇન્ટિગ્રેશન, સોફ્ટવેર અને ડિજિટલ સેવાઓ સહિતની આઈસીટી સેવાઓ અને સોલ્યુશન્સનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે, જેમનું સંચાલન ગુરુગ્રામ, હરિયાણા, સિકંદરાબાદ અને તેલંગાણામાં સ્થિત ડેટા સેન્ટરો દ્વારા ભારતીય રેલવે સહિતના ગ્રાહકો માટે મહત્ત્વની એપ્લિકેશન્સ જાળવી રાખવા અને સાથોસાથ ગોઠવવા માટે થાય છે. રેલવે મંત્રાલય દ્વારા રેલટેલની નિમણૂક હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમનો અમલ કરવા માટે પણ કરવામાં આવી છે અને તેનો ઇ-ઓફિસ પ્રોજેક્ટ ફેઝ 3 પ્રોજેક્ટ પણ તેને ફાળવવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.