ETV Bharat / business

શેર માર્કેટમાં આજે સેન્સેકમાં 462 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 15 હજારને પાર - બીએસઈ

મંગળવારે બીજા દિવસે શેર માર્કેટ લીલા નિશાન પર ખૂલ્યું હતું. આ સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 462.11 પોઈન્ટ એટલે કે 0.92 ટકાના વધારા સાથે 50903.18ના સ્તર પર ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 139.20 પોઈન્ટ એટલે કે 0.93 ટકા ઉપર 15095.40ના સ્તર પર ખૂલ્યો હતો. આ દરમિયાન 1100 શેરની તેજી પણ જોવા મળી હતી. જ્યારે 239 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત 52 શેરમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો નહતો. ગયા અઠવાડિયે સેન્સેક્સ 1305.33 પોઈન્ટ એટલે કે 2.65 ટકા લાભમાં રહ્યો હતો.

શેર માર્કેટમાં આજે સેન્સેકમાં 462 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 15 હજારને પાર

author img

By

Published : Mar 9, 2021, 12:40 PM IST

  • શેર માર્કેટમાં મંગળવારે તમામ કંપનીઓના શેર લીલા નિશાન પર ખૂલ્યા
  • સેન્સેક્સ 0.92 ટકાના વધારા સાથે 50903.18ના સ્તરે ખૂલ્યો
  • ગયા અઠવાડિયે 10માંથી 8 કંપનીઓના મૂડીરોકાણમાં થયો હતો વધારો

નવી દિલ્હીઃ શેર માર્કેટમાં આજે બીજા દિવસે એટલે કે મંગળવારે સેન્સેક્સ 462.11 પોઈન્ટ એટલે કે 0.92 ટકાના વધારા સાથે 50903.18ના સ્તરે ખૂલ્યો હતો. મોટા શેરની વાત કરીએ તો, મંગળવારે શરૂઆતમાં જ ONGC, પાવર ગ્રીડ અને બજાજ ઓટોની તમામ કંપનીઓના શેર લીલા નિશાન પર ખૂલ્યા હતા. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, HDFC બેન્ક, એક્સિસ બેન્ક, HDFC, ICICI બેન્ક, બજાજ ફાઈનાન્સ, એમ એન્ડ એમ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ અને ટાઈટનમાં પણ વધારો જોવા મળ્યો હતો.

નિફ્ટી 23.30 પોઈન્ટ એટલે કે 0.16 ટકા ઘટ્યો હતો

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, મંગળવારે તમામ સેક્ટર્સની શરૂઆત વધારા સાથે થઈ હતી, જેમાં મેટલ, FMCG, IT, રિયલ્ટી, મીડિયા, બેન્ક, ફાર્મા, ફાઈનાન્સ સર્વિસીઝ, ઓટો, PSU બેન્ક અને પ્રાઈવેટ બેન્ક સામેલ છે. જ્યારે પ્રી ઓપન દરમિયાન સવારે 9.02 વાગ્યે સેન્સેક્સ 152.62 પોઈન્ટ એટલે કે 0.30 ટકા ઉપર 50593.69ના સ્તર પર હતો. જ્યારે નિફ્ટી 23.30 પોઈન્ટ એટલે કે 0.16 ટકાથી નીચે 14932.93ના સ્તર પર હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બજાર મૂડીરોકાણમાં વધારો થયો

ગયા અઠવાડિયે સેન્સેક્સની ટોપ 10માંથી 8 કંપનીઓના બજાર મૂડીરોકાણમાં 1.94 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે સૌથી વધુ લાભમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રહી હતી. જ્યારે HDFC બેન્ક અને SBI બેન્કના બજાર મૂડીરોકાણમાં ઘટાડો થયો હતો. ટોપ 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પહેલા સ્થાન પર કાયમ રહી હતી. ત્યારબાદ TCS, HDFC બેન્ક, ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલીવર, HDFC, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, SBI અને બજાજ ફાઈનાન્સ કંપનીઓ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.