ETV Bharat / business

શેર માર્કેટમાં સેન્સેક્સ આજે 282 પોઈન્ટ પર ખૂલ્યો, નિફ્ટી 15 હજારને પાર - બોમ્બે સ્ટોક એક્સચેન્જ

આજે અઠવાડિયાના પ્રથમ દિવસે એટલે કે સોમવારે શેર માર્કેટ લીલા નિશાન પર ખૂલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 282.54 પોઈન્ટ એટલે કે 0.56 ટકાના વધારા સાથે 50687.86ના સ્તર પર ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 77.90 પોઈન્ટ એટલે કે 0.52 ટકાથી ઉપર 15016.00ના સ્તર પર ખૂલ્યો હતો.

શેર માર્કેટમાં સેન્સેક્સ આજે 282 પોઈન્ટ પર ખૂલ્યો, નિફ્ટી 15 હજારને પાર

author img

By

Published : Mar 8, 2021, 12:23 PM IST

  • શેર માર્કેટ આજે પ્રથમ દિવસે લીલા નિશાન પર ખૂલ્યું
  • BSEનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 282.54 પોઈન્ટ પર ખૂલ્યો
  • NSEનો નિફ્ટી 77.90 પોઈન્ટ પર 15016.00ના સ્તર પર ખૂલ્યો

આ પણ વાંચોઃ ક્રિપ્ટોકરન્સીના મૂલ્યાંકન માટે સરકારે પ્રસ્તાવો ખુલ્લા રાખ્યા છે : અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ શેર માર્કેટમાં આજે પહેલા જ દિવસે 1201 શેરમાં તેજી આવી છે. જ્યારે 251 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત 99 શેરમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી. ગયા અઠવાડિયે સેન્સેક્સ 1305.33 પોઈન્ટ પર 2.65 ટકાના લાભ પર રહ્યો હતો.

આ પણ વાંચોઃ નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર, 2020-21 માટે પ્રોવિડન્ડ ફંડ પર મળશે 8.5 ટકા વ્યાજ

ગયા અઠવાડિયે 8 કંપનીઓનું મૂડીરોકાણ વધ્યું

સેન્સેક્સમાં ટોપ 10માંથી 8 કંપનીનું બજાર મૂડીરોકાણમાં ગયા અઠવાડિયે 1.94 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. સૌથી વધારે રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝને લાભ થયો હતો. જ્યારે HDFC બેન્ક અને ભારતીય સ્ટેટ બેન્કના મૂડીરોકાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટોપ 10 કંપનીઓની સૂચિમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પહેલા સ્થાને છે. ત્યારબાદ ક્રમશઃ ટીસીએ, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલીવર, HDFC, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, SBI અને બજાજ ફાઈનાન્સનું સ્થાન રહ્યું હતું.

શુક્રવારે શેર માર્કેટ લાલ નિશાન પર બંધ થયું

શુક્રવારે શેર માર્કેટ લાલ નિશાન પર બંધ થયું હતું. સેન્સેક્સ 440.76 પોઈન્ટ એટલે કે 0.87 ટકાના ઘટાડા સાથે 50405.32ના સ્તર પર બંધ થયો હતો અને નિફ્ટી 143.65 પોઈન્ટ એટલે કે 0.95 ટકા નીચે 14938.10ના સ્તર પર બંધ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.