- સ્વર્ણ બોન્ડ યોજના 2021-22માટે 4,790 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યો
- 13 ઓગસ્ટે બંધ કરવામાં આવશે
- 17 ઓગસ્ટ છેલ્લી તારીખ રહેશે
દિલ્હી : સરકારે સરકારી સ્વર્ણ બોન્ડ યોજના 2021-22ના નવા તબક્કા માટે નિર્ગમ મૂલ્ય 4,790 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યો છે. વિત્ત મંત્રાલયે શુક્રવારે નિવેદનમાં કહ્યું હતું કે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 20222 શ્રુખલા પાંચ અને પાંચમો હપ્તો નવ ઓગસ્ટે ખૂલી 13 ઓગસ્ટે બંધ થશે. આની અંતિમ તારીખ 17 ઓગસ્ટ 2021 રહેશે. નિવેદન પ્રમાણે અભિદાનની અવધી દરમિયાન બ્રાન્ડના નિર્ગમ મૂલ્ય 4,790 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે.
50 રૂપિયા છૂટ આપવામાં આવશે
સરકારે રિઝર્વ બેન્કની સાથે વિચાર-વિમર્શ કરી ઓનલાઈન આવેદન કરવાવાળા અને ડિજીટલ રીતે ચૂકવણી કરવાવાળા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિગ્રામ છૂટ આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આવા રોકાણકારો માટે નિર્ગન મૂલ્ય 4,740 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે. શ્રેણી 4 માટે નિર્ગમ મૂલ્ય 4,807 રૂપિયા પ્રતિ ગ્રામ હતો. આ 12 જૂલાઈએ ખૂલીને 16 જુલાઈએ બંધ થયો હતો.
આ પણ વાંચો: બોમ્બની ખોટી અફવા ફેલાવનારા 2 આરોપીની ધરપકડ
ભારત સરકાર તરફથી RBI બોન્ડ બહાર પાડશે
ભારતીય રીઝર્વ બેન્ક ભારત સરકારની તરફથી બોન્ડ જાહેર કરશે. RBI બોન્ડનું મૂલ્ય 999 શુદ્ધતા વાળા સોનાના અભિદાન અવધિથી પાછલા સપ્તાહના અંતિમ ત્રણ દિવસ કારોબારી દિવસોમાં બંધ ભાવના સરેરાશના આધાર પર નક્કી કરવામાં આવે છે. આ બોન્ડ બેન્કો (નાની ફાઇનાન્સ બેન્કો અને પેમેન્ટ બેન્કો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસ અને NSE અને BSE જેવા માન્ય સ્ટોક એક્સચેન્જો દ્વારા વેચવામાં આવશે. આ યોજના હેઠળ સામાન્ય રોકાણકારો ઓછામાં ઓછા એક ગ્રામ સોના અને વધુમાં વધુ ચાર કિલોગ્રામ સોનાનું રોકાણ કરી શકે છે. તેના રોકાણનો કાર્યકાળ આઠ વર્ષનો છે, જેમાં પાંચમા વર્ષ પછી બહાર નીકળવાનો વિકલ્પ છે.
આ પણ વાંચો: NIA એ J-K માં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા