ETV Bharat / business

ઇક્વિટી બજારોમાં આગામી સપ્તાહમાં અસ્થિરતા સર્જાઈ શકે છે: નિષ્ણાતો - ઇક્વિટી બજારોમાં આગામી સપ્તાહમાં અસ્થિરતા સર્જાઈ શકે છે: નિષ્ણાતો

શેર બજારોમાં આગામી સપ્તાહમાં ઉતાર-ચઢાવ આવે તેવી અપેક્ષા છે. જો દેશમાં લોકડાઉન અંશત: હટાવવામાં આવે અને આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય તો બજારોમાં પણ સુધારો જોવા મળશે, એમ વિશ્લેષકોએ જણાવ્યું હતું.

ો
ઇક્વિટી બજારોમાં આગામી સપ્તાહમાં અસ્થિરતા સર્જાઈ શકે છે: નિષ્ણાતો
author img

By

Published : Apr 12, 2020, 6:44 PM IST

નવી દલ્હી: સ્ટોક બજારોમાં ટૂંકા ગાળા માટે અસ્થિરતા સર્જાઈ તેવી શક્યતા છે. કોવિડ -19 કટોકટીના ઘટનાક્રમ પ્રમાણે બજારનું ભવિષ્ય નક્કી થશે, એમ વિશ્લેષકોએ જણાવ્યું હતું.

દેશમાં જો લોકડાઉન અંશત: હટાવવામાં આવે અને આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય તો બજારોમાં તેજી આવી શકે.

મુખ્યપ્રધાન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શનિવારે લોકડાઉન ચાલુ રાખવા અંગેની બેઠકમાં સર્વસંમતિ સધાયા બાદ દેશવ્યાપી લોકડાઉન ઘણા રાજ્યોમાં એપ્રિલના અંત સુધી વધારવામાં આવ્યું છે.

કેન્દ્ર વૃદ્ધિને વેગ આપવા માટે બીજા રાહ પેકેજની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે ગત સપ્તાહે શેરબજારમાં તેજી થઈ હતી.

"જો કે આ તેજી ટુંકા ગાળાની હોય શકે છે. ભારતમાં એવી અપેક્ષા છે કે સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રો અને એમએસએમઇને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવતા અન્ય પેકેજમાં થોડી રાહત મળી શકે.

જ્યોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના સંશોધન વડા વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ભારતમાં ચેપ ફેલાવવા અને લોકડાઉનને વધારવા અંગેના સમાચારોને આધારે બજારોમાં વધઘટ ચાલુ રહેશે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડના રિટેલ રિસર્ચના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે, "રોકાણકારોને ચિંતા છે કે ભારતમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને દેશમાં તાળાબંધી લંબાવી શકાશે. આમ, બંન્ને બાજુ સ્વિંગ સાથે બજાર અસ્થિર રહેશે. તે કોરોના વાઈરસ કેસો અને લોકડાઉન અંગેના નિર્ણયની બજાર પર બંને રીતે અસર સર્જાશે"

મેક્રો ઇકોનોમિક ડેટા વચ્ચે, માર્ચ માટે ફુગાવાનો દર સોમવારે , જ્યારે ડબ્લ્યુપીઆઈ ફુગાવો મંગળવારે જાહેર કરવામાં આવશે.

સેમકો સિક્યોરિટીઝ એન્ડ સ્ટોકનોટ, સ્થાપક અને સીઇઓ, જીમિત મોદીના જણાવ્યા અનુસાર, "લોકડાઉનને લગતા કોઈપણ નકારાત્મક નિર્ણયની અસર પણ માર્કેટ પર પડશે."

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે દેશમાં નોવેલ કોરોના વાઈરસને કારણે મૃત્યુઆંક વધીને 273 અને કેસની સંખ્યા 8,356 થઈ ગઈ છે.

વૈશ્વિક સ્તરે, 1,3 મિલિયનથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, જેમાં 103,000 લોકો મૃત્યુ પામ્યા છે.

પાછલા અઠવાડિયા દરમિયાન સેન્સેક્સમાં 3,568.67 પોઇન્ટ અથવા 12.93 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.