ETV Bharat / business

દિલ્હીમાં આવું પહેલીવાર બન્યું, ડીઝલના ભાવ પેટ્રોલ કરતા પણ વધુ..

રાજધાની દિલ્હીમાં પહેલીવાર એવું બન્યું છે, જ્યારે પેટ્રોલના ભાવ ડીઝલના ભાવ કરતાં પણ વધુ થયા છે. તમને જણાવીએ તો બુધવારે પેટ્રોલ 79.76 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 0.48 રુપિયાની વૃદ્ધિ સાથે 79.88 રુપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel
Petrol Diesel
author img

By

Published : Jun 24, 2020, 10:29 AM IST

નવી દિલ્હીઃ એક બાજુ કોરોનાને કારણે લાગેલા લોકડાઉને લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, ત્યારે હવે ઇંધણની કિંમતોએ પણ લોકોનું જીવવું મુશ્કેલ કર્યું છે. જનતાને મોંઘવારીથી રાહત મળવાની થોડી પણ આશા દેખાઇ રહી નથી.

બુધવારે પેટ્રોલની કિંમતોમાં કોઇ ફેરફાર થયો નથી, પરંતુ ડીઝલના ભાવ જરુરથી વધ્યા છે. એવું પહેલીવાર બન્યું છે, જ્યારે પેટ્રોલના ભાવ કરતા ડીઝલના ભાવ વધ્યા છે. ગત્ત 18 દિવસોમાં ડીઝલના ભાવમાં 10.48 રુપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલ પણ 8.50 રુપિયા મોંઘુ થયું છે.

  • Petrol and diesel prices at Rs 79.76/litre (no increase) and Rs 79.88/litre (increase by Rs 0.48), respectively in Delhi today. pic.twitter.com/ojKPS2XzfU

    — ANI (@ANI) June 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દિલ્હીમાં પેટ્રોલ વગર કોઇ વૃદ્ધિના 79.76 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 0.48 રુપિયાના વધારા સાથે 79.88 રુપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દેશભરમાં 7 જૂનથી સતત વધી રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને 79.76 રુપિયા પ્રતિ લીટર થઇ હતી. તેવી જ રીતે ડીઝલના ભાવ 79.40 રુપિયા પ્રતિ લીટર થયા હતા.

શા માટે પેટ્રોલ સસ્તુ મળી રહ્યું નથી

પેટ્રોલ-ડીઝલની વાસ્તવિક કિંમતથી વધુ તેના પર ટેક્સ લાદવામાં આવે છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના અલગ-અલગ રેટ પર ટેક્સ લાગુ છે. એવી જ રીતે પેટ્રોલના હાલના ભાવમાં લગભગ બે તૃતિયાંશ ભાગ ટેક્સનો સામેલ છે.

હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થવા પાછળ ડૉલર કરતા રુપિયામાં સતત ઘટાડો પણ એક કારણ છે. રુપિયામાં ઘટાડો ઇંધણની કંપનીઓની ચિંતા વધી છે, કારણ કે, તેનો મતલબ એ છે કે, હવે તેને ઇંધણ ખરીદવા માટે વધુ રકમ ખર્ચ કરવી પડશે. આ માટે ઇંધણ કંપનીઓ સતત તેનો બોજો ગ્રાહકો પર લગાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.