બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 41.22 અંકના ઘટાડા સાથે 37,747.91 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજના 50 શેર પર આધારિત નિફ્ટી 37.05 અંક ટૂટીને 11,322.40 પર ખૂલ્યું હતું.
આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો નબળાઈ સાથે ખુલ્યો હતો. ડૉલરની સરખામણીએ ભારતીય રૂપિયો 17 પૈસા તૂટીને 69.88 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 29 પૈસા તૂટીને 69.71 ના સ્તર પર બંધ થયો હતો.