ETV Bharat / business

ફ્રેન્કલીને મ્યુચ્યુઅલ ફંડની 6 સ્કીમ્સ બંધ કરી, બ્રોકર સંગઠને SEBI અને નાણા મંત્રાલયને હસ્તક્ષેપની કરી માગ

ફ્રેન્કલિન ટેમ્પલટોન મ્યુચ્યુઅલ ફંડે (FTMF) 6 યોજનાઓ બંધ કરી છે. જે કારણે એસોસિએશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર ઓફ ઈન્ડિયા(ANMI)એ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) અને નાણાં મંત્રાલયને પત્ર લખીને લાખો રોકાણકારોની મહેનતના પૈસા બચાવવા હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.

Franklin Templeton Mutual Fund
ફ્રેન્કલિન ટેમ્પલટોન મ્યુચ્યુઅલ ફંડ
author img

By

Published : Apr 25, 2020, 2:11 PM IST

મુંબઈ: ફ્રેન્કલિન ટેમ્પલટોન મ્યુચ્યુઅલ ફંડ(FTMF)એ 6 લોન યોજનાઓ બંધ કરી છે. બ્રોકર્સના સંગઠને શુક્રવારે માર્કેટ રેગ્યુલેટર SEBI અને નાણા મંત્રાલયને રોકાણકારોના હિતોને બચાવવા આ બાબતમાં દખલ કરવા માંગણી કરી છે.

કોવિડ-19 રોગચાળાને કારણે રોકાણકારો દ્વારા યુનિટ અને માર્કેટની વધઘટને પાછી ખેંચવાના દબાણને ધ્યાનમાં રાખીને ફ્રેન્કલિન ટેમ્પલટોને ગુરૂવારે તેની 6 લોન યોજનાઓ બંધ કરી દીધી હતી. આ યોજનાઓ સાથે કુલ રૂપિયા 25,000 કરોડની સંપત્તિ જોડાયેલી છે.

ફ્રેન્કલિન ટેમ્પલટોને જણાવ્યું હતું કે, આ નિર્ણય અંગેની માહિતી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI)ને પહેલેથી જ પહોંચાડવામાં આવી હતો. રોકાણકારોની સંપત્તિ બચાવવા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એસોસિએશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર ઓફ ઈન્ડિયા(ANMI)એ જણાવ્યું કે, FTMFના આવા પગલાથી તેમના રોકાણકારો તેમજ અન્ય એસેટ મેનેજમેન્ટ કંપનીઓની લોન યોજનાઓના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોમાં પણ ડર પેદા થયો છે.

ANMIએ મૂડી બજારોના નિયમનકાર SEBI અને નાણા મંત્રાલયને પત્ર લખીને લાખો રોકાણકારોની મહેનતથી કમાયેલા નાણાં બચાવવા માટે હસ્તક્ષેપની માગ કરી છે. બ્રોકર્સના સંગઠને FTMF યોજનાઓમાં ખામી શોધવા માટે મ્યુચ્યુઅલ ફંડ અધિકારીઓની નિષ્ણાત સમિતિની રચના કરવા પર ભાર મૂક્યો હતો.

બ્રોકર્સના સંગઠને જણાવ્યું કે, આ ઘટનાને કારણે લોકોને લોન યોજનાઓ પર વિશ્વાસ રહેશે નહીં. તેના કારણે 24 લાખ કરોડ રૂપિયાના આ ઉદ્યોગ પર લોકોને જે વિશ્વાસ છે તે પણ તુટી જશે તે ન થવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.