- અદાણી ગ્રુપની માર્કેટ કેપમાં વધારો થયો
- અદાણી ગ્રુપે ટાટા અને રિલાયન્સ ગ્રુપને પાછળ છોડ્યું
- 6 લિસ્ટેડ કંપનીમાંથી 4 કંપનીના શેર ઓલટાઈમ હાઈ
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના અદાણી ગૌતમે મંગળવારે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ટાટા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પછી અદાણી ગ્રુપની માર્કેટ કેપ 100 અબજ ડોલરને પાર પહોંચી છે. અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓમાંથી 4 કંપનીના શેર મંગળવારે ઓલટાઈમ હાઈ થયા હતા.
આ પણ વાંચોઃ એરટેલ-જિયોએ સ્પેક્ટ્રમ વેપાર કરારની ઘોષણા કરી
ટાટા ગ્રુપની માર્કેટ કેપ 242 અબજ ડોલર
આ પહેલા ટાટા પાવર અને મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપે આ સિદ્ધિ મેળવી હતી. ટાટા ગ્રુપની માર્કેટ કેપ અત્યારે 242 અબજ ડોલર અને રિલાયન્સ ગ્રુપની 190 અબજ ડોલર છે. હવે અદાણી ગ્રુપની 5 કંપનીઓની માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. જ્યારે અદાણી પાવર લિમિટેડની માર્કેટ કેપ 38,000 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચોઃ મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડનો IPO 7 એપ્રિલે ખુલશે, 9 એપ્રિલે બંધ
અદાણી પાવરના શેર NSE પર 4.96 ટકાની તેજી સાથે 98.40 રૂપિયા પર પહોંચ્યા
આ સાથે જ અદાણી ગ્રુપની 6 કંપનીઓની કુલ માર્કેટ કેપ 107 અબજ ડોલર પહોંચી છે. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પાર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઝોન લિમિટેડ, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેર ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા છે. સૌથી વધારે ઉછાળો અદાણી પાર્ટ્સના શેરમાં જોવા મળ્યો હતો. કંપનીના શેર BSE પર 12.84 ટકાના ઉછાળા સાથે 837.45 રૂપિયા પર પહોંચ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેર 7.67 ટકા વધીને 1225.55 રૂપિયા પર પહોંચ્યા હતા. જ્યારે અદાણી પાવરના શેર NSE પર 4.96 ટકાની તેજી સાથે 98.40 રૂપિયા પર પહોંચ્યા હતા.