ETV Bharat / business

એક જ વખતના ચાર્જમાં 500 કિલોમીટર ચાલી શકે છે આ કિયાની ઇલેક્ટ્રિક કાર

author img

By

Published : Mar 31, 2021, 10:29 AM IST

કિયા કંપનીનું પહેલું ઑલ-ઇલેક્ટ્રિક મોડેલ છે., જે એક જ વખતના ચાર્જમાં 500 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરી શકે છે. EV6ની કિંમત લગભગ 4.5 કરોડથી 5.5 કરોડ વૉન (40,000 અને, 48,500 ડૉલર) છે. જે ટેસ્લાની એન્ટ્રી-લેવલ ઑલ-ઇલેક્ટ્રિક સેડાન જેવી જ છે.

એક જ વખતના ચાર્જમાં 500 કિલોમીટર ચાલી શકે છે આ કિયાની ઇલેક્ટ્રિક કાર
એક જ વખતના ચાર્જમાં 500 કિલોમીટર ચાલી શકે છે આ કિયાની ઇલેક્ટ્રિક કાર
  • કોરિયાની નંબર 2 કાર ઉત્પાદક કિયાએ ઇલેક્ટ્રિક કાર EV6નું લૉન્ચિંગ કર્યું
  • ઇકો ફ્રેન્ડલી મૉડલનું પ્રમાણ 2030 સુધીમાં કુલ વેચાણના 40 ટકા કરશે
  • ફક્ત 18 મિનિટમાં 80 ટકા જેટલી બેટરી ચાર્જ કરવાની ક્ષમતા પણ ધરાવે છે

સિયોલ: ઍલન મસ્ક દ્વારા સંચાલિત ટેસ્લાને ટક્કર આપતી દક્ષિણ કોરિયાની નંબર 2 કાર ઉત્પાદક કિયાએ મંગળવારે તેની ઇલેક્ટ્રિક કાર EV6નું લૉન્ચિંગ કર્યું હતું, જેમાં, આ કંપનીનું પહેલું ઓલ-ઇલેક્ટ્રિક મૉડલ છે. જે એક જ ચાર્જ પર 500 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરી શકે છે.

આ પણ વાંચો: EV6 કિઆની પહેલી ઓલ-ઇલેક્ટ્રિક કારની ખાસિયત

E-GMP ના આધારે ક્રોસઓવર EV6નું પ્રદર્શન

EV6ની કિંમત ટેસ્લાની એન્ટ્રી લેવલ ઑલ-ઇલેક્ટ્રિક સેડાન જેવી જ 4.5 કરોડથી 5.5 કરોડ વૉન (40,000 અને, 48,500 ડૉલર) ની છે. ઑનલાઇન વર્લ્ડ પ્રીમિયર ઇવેન્ટમાં, દક્ષિણ કોરિયાના નંબરના 2 કાર ઉત્પાદકે ગયા મહિનામાં હ્યુન્ડાઇ અયોનિક 5 માટે વપરાયેલી તેની સમાન કંપની હ્યુન્ડાઇ મોટર ગ્રુપના ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (E-GMP) ના આધારે તેના ક્રોસઓવર EV6નું પ્રદર્શન કર્યું છે.

2026 સુધીમાં EV ડ્રાઇવ માટે તૈયાર

કિયાની 11 સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર (EV) ની યોજના હેઠળ આવનારી EV6 એ પહેલી ઇલેક્ટ્રિક કાર છે. જે, કંપનીએ 2026 સુધીમાં તેની EV ડ્રાઇવ માટે તૈયાર કરી છે. ઑટોમેકરના અન્ય EV મોડલ્સ નીરો અને સોલ છે. જે ગેસ અને હાઇબ્રિડના વિવિધતા સાથે રજૂ આપવામાં આવશે. કિયાના પ્રમુખ સોન્ગ હો-સુંગે ઑનલાઇન પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, 'કિયાનું EV6એ પ્રથમ મોડેલ છે.

આ પણ વાંચો: હુઆએ આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કાર બનાવવાની તૈયારીમાં

અયોનિક 5ની 430 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ

વધુંમાં તેમણે કહ્યું હતું કે, "EV6એ કિયાની મધ્યમ અને લાંબા ગાળાની યોજના હેઠળ વિકસિત એક પ્રતીકાત્મક મોડેલ છે. જે ઇકો ફ્રેન્ડલી મૉડલનું પ્રમાણ 2030 સુધીમાં કુલ વેચાણના 40 ટકા કરશે." કંપનીએ કહ્યું હતું કે, 800-વોલ્ટ સિસ્ટમવાળા લાંબા અંતરનાં મોડેલ એક જ ચાર્જ પર 510 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરી શકે છે. જે અયોનિક 5ની 430 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જથી વધુ છે. આ સિવાય, ફક્ત 18 મિનિટમાં 80 ટકા જેટલી બેટરી ચાર્જ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.