નવી દિલ્હી: ઇંધણ અને વીજળીના ભાવ ઘટવાના કારણે મે મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવામાં 3.21 ટકાનો ઘટાડો થયો છે. જો કે આ સમયગાળા દરમિયાન ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારો થયો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, "માસિક જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવાનો વાર્ષિક દર મે 2020 દરમિયાન 3.21 ટકા નકારાત્મક રહ્યો, જે એક વર્ષ અગાઉ સમાન મહિના દરમિયાન 2.79 ટકા વધ્યો હતો."
ખાદ્ય પદાર્થોનો ફુગાવો મે દરમિયાન 1.13 ટકા રહ્યો હતો. તેના એક મહિના પહેલા એપ્રિલમાં તે 2.55 ટકા હતો. તે જ સમયે, ઇંધણ અને વીજળીના જૂથમાં મે દરમિયાન 19.83 ટકા ઘટાડો થયો હતો. જે એક મહિના અગાઉ એપ્રિલમાં 10.12 ટકાનો ઘટાડો હતો. વળી વિનિર્મિત ઉત્પાદનોના કિસ્સામાં, મે દરમિયાન 0.42 ટકાનો ઘટાડો થયો હતો.
ફુગાવાની ઉંધી અસરને ડિફેલેશન કહેવામાં આવે છે. જેમાં, પૈસાની કિંમત વધે છે, એટલે કે, કિંમતોમાં ઘટાડો થાય છે. ઉત્પાદન અને રોજગાર ઘટતાં ભાવો ઘટતા જાય છે.
25 માર્ચ 2020થી દેશમાં લોકડાઉનના અમલીકરણથી ડેટાના સંકલનને પણ અસર થઈ છે. ત્યારબાદ વાણિજ્ય મંત્રાલયે એપ્રિલ મહિના માટે જથ્થાબંધ ભાવ સૂચકાંક માટે સંકુચિત ડેટા બહાર પાડ્યો હતો. મે મહિના માટે ફક્ત ખાદ્ય ચીજો, પ્રાથમિક વસ્તુઓ અને ઇંધણ અને વીજળી સમૂહના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.