ETV Bharat / business

WHO: IMFએ કહ્યું- આજીવિકા બચાવવા માટે જીવન બચાવવું જરૂરી - કોરોના મહામારી

WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એડહનોમ ગેબ્રેયેસુસ અને આઇએમએફની પ્રમુખ ક્રિસ્ટાલીના જૉર્જિવાએ કહ્યું કે, આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવા પહેલા કોવિડ-19 સંક્રમણ પર કાબૂ મેળવવું જરૂરી છે.

Etv Bharat, Gujarati News, CoronaVirus, WHO
WHO, IMF say saving lives 'prerequisite' to save jobs
author img

By

Published : Apr 4, 2020, 12:08 PM IST

જીનિવાાઃ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)અને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)એ શુક્રવારે કહ્યું કે, કોરોના વાઇરસ મહામારી વચ્ચે આજીવિકા બચાવવા માટે જરૂરી છે કે, પહેલા માનવ જીવન બચાવીએ.

WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એડહનોમ ગેબ્રેયેસુસ અને IMFની પ્રમુખ ક્રિસ્ટાલીના જૉર્જિવાએ કહ્યું કે, આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવા માટે પહેલા કોવિડ 19 સંક્રમણ પર કાબૂ મેળવવો જરૂરી છે.

જો કે, તેની સાથે તેમણે સ્વીકાર કર્યો કે, સરખું સંતુલન લાવવું સરળ નથી. બંનેએ આ મહામારીને માનવતા માટે એક ઘોર અંધારું ગણાવ્યું હતું.

કોરોના વાઇરસને લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થા ખૂબ જ પ્રભાવિત થઇ છે. દુનિયાની અડધી આબાદી આ સમયે કોઇ પણ રીતે લૉકડાઉનને લીધે ઘરમાં કામ કરી રહી છે.

દુનિયાભરમાં આ મહામારીથી અત્યાર સુધીમાં 50,000થી વધુ લોકોના જીવ ગયા છે. 10 લાખથી વધુ લોકો આનાથી સંક્રમિત થયા છે.

બ્રિટેનના સમાચાર પત્ર પરથી હું એક સંયુક્ત લેખમાં ટેડ્રૉસ અને જૉર્જિવાએ લખ્યું કે, દુનિયા કોવિડ-19 પર કાબૂ મેળવવા માટે પગલા ભરી રહી છે. વિભિન્ન દેશોમાં આ વાઇરસને ફેલાવા રોકવા માટે પોતાના સમાજ અને અર્થવ્યવસ્થાને રોકી છે.

તેમણે કહ્યું કે, એ કહેવું સાચું નથી કે, જીવન બચાવો અથવા આજીવિકા. પહેલી વસ્તુ વાઇરસ પર કાબૂ મેળવવો જરૂરી છે અને આજીવિકા બચાવવા માટે સૌ પહેલા જીવન બચાવવું જરૂરી છે.

બંનેએ વધુમાં લખ્યું કે, ઘણાં ગરીબ દેશો કોવિડ-19 સામે લડવા તૈયાર નથી. તેમણે લખ્યું કે, દેશોને સ્વસ્થ સેવા ખર્ચને પ્રાથમિકતા આપવી જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.