- 1 માર્ચે સેન્સેક્સ 500 પોઇન્ટ ઉપર આવીને 49,608 પોઇન્ટના સ્તરે પહોંચ્યો
- અર્થવ્યવસ્થા સકારાત્મક રેન્જ પર આવતા રોકાણકારોમાં ઉત્સાહ
- વૈશ્વિક બ્રેન્ટ કાચા તેલનો ભાવ પ્રતિ બેરલ 0.58 ટકા તૂટીને 65.59 ડોલર રહ્યો
મુંબઇ: બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)માં સોમવાર 1 માર્ચે સેન્સેક્સ 500 પોઇન્ટ ઉપર આવીને 49,608 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જ્યારે અર્થવ્યવસ્થા સકારાત્મક રેન્જ પર પહોંચી ત્યારે, રોકાણકારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. બીએસઈનો 30 શેરો વાળો સેન્સેક્સ 508.98 પોઇન્ટ એટલે કે 1.04 ટકા વધીને 49,608.97 પોઇન્ટ પર રહ્યો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નિફ્ટી ઈન્ડેક્સ 153.15 પોઇન્ટ અથવા 1.05 ટકા વધીને 14,682.30 પોઇન્ટ રહ્યો છે.
રાષ્ટ્રીય આંકડા કચેરીએ જાહેર કર્યાં હતા
સેન્સેક્સનો લાભ લગભગ તમામ શેરમાં સામેલ વધારાના આધારે હતો. બીએસઈ સેન્સેક્સ 1,939.32 પોઇન્ટ એટલે કે 3.80 ટકા તૂટીને 26 ફેબ્રુઆરીએ 49,099.99 પોઇન્ટ બંધ રહ્યો હતો. ગયા વર્ષે 4 મેથી બજારમાં આ એક જ દિવસનો સૌથી મોટો ઘટાડો હતો. તે જ સમયે, એનએસઈ નિફ્ટી પણ 26 ફેબ્રુઆરીએ 568.20 પોઇન્ટ અથવા 3.76 ટકા તૂટીને 14,529.15 પર બંધ રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં 0.4 ટકા વધ્યું છે. 26 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય આંકડા કચેરીએ જારી કરેલા ડેટામાં આ વાત કહેવામાં આવી છે. એશિયાના અન્ય બજારો પણ સકારાત્મક રહ્યા છે. સ્ટીમ્યુલસ પેકેજની દ્રષ્ટિએ યુ.એસ.માં કેટલાક સપોર્ટના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં પણ સુધારો થયો છે. દરમિયાન વૈશ્વિક બ્રેન્ટ કાચા તેલનો ભાવ પ્રતિ બેરલ 0.58 ટકા તૂટીને 65.59 ડોલર રહ્યો છે.