ETV Bharat / business

GEM કન્સોર્ટિયમનો અભ્યાસઃ 50 અર્થતંત્રોમાં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું - EDII ના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ

ગ્લોબલ આંતરપ્રિન્યોરશિપ મોનિટર (GEM) કન્સોર્ટિયમએ પ્રસ્તુત કરેલા ચાર માપદંડોમાંથી ત્રણ માપદંડોમાં વિવિધ દેશોમાં ભારતએ ઊંચું સ્થાન મેળવ્યું છે.જે દર્શાવે છે કે, ભારત ‘ઉદ્દેશ સંચાલિત’ ઉદ્યોગ સાહસિકતામાંથી ‘જરૂરિયાત આધારિત’ ઉદ્યોગ સાહસિકતા તરફ અગ્રેસર છે. દર વર્ષે 50 દેશોમાં ઉદ્યોગ સાહસિકતાની ઇકોસિસ્ટમનો અભ્યાસ કરનાર GEM કન્સોર્ટિયમે 2019-20 એડલ્ટ પોપ્યુલેશન સર્વે (APS)માં ચાર માપદંડોને સામેલ કર્યા છે. જે સમકાલિન સ્ટાર્ટ-અપ્સની રચના માટે પ્રેરકબળોને પ્રતિબિંબિત કરે છે.

GEM કન્સોર્ટિયમનો અભ્યાસઃ 50 અર્થતંત્રોમાં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું

author img

By

Published : Jun 25, 2020, 7:25 PM IST

અમદાવાદ/મુંબઈ: ગ્લોબલ આંતરપ્રિન્યોરશિપ મોનિટર(જીઈએમ)ના અભ્યાસમાં 50 અર્થતંત્રોમાં ભારતએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતમાં પ્રાથમિક તબક્કામાંથી પસાર થઈ રહેલા ઉદ્યોગ સાહસિકોમાંથી આશરે 87 ટકા ‘દુનિયામાં કંઈક નવું કરવાં’ સંમત છે. જે વ્યવસાય શરૂ કરવા પાછળ તેમના પ્રેરકબળને વ્યક્ત કરે છે. અન્ય બે માપદંડો ‘વધારે સંપત્તિનું સર્જન કરવું કે ઊંચી આવક કરવી’ અને ‘પરિવારની પરંપરા જાળવવી’ છે. આ બંને માપદંડોમાં ભારતે અનુક્રમે ત્રીજું અને બીજું સ્થાન મેળવ્યું છે. જેની સાથે અનુક્રમે 87 ટકા અને 80 ટકા ઉદ્યોગ સાહસિકો સંમત છે. ચોથો માપદંડ ‘રોજગારીની અછત હોવાથી આજીવિકા મેળવવી’ છે. જેમાં ભારતે 10મું સ્થાન મેળવ્યું છે.

GEM કન્સોર્ટિયમનો અભ્યાસઃ 50 અર્થતંત્રોમાં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું
GEM કન્સોર્ટિયમનો અભ્યાસઃ 50 અર્થતંત્રોમાં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું
GEM ઇન્ડિયાના ટીમ લીડર અને આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)ના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં ઉદ્યોગ સાહસિકતા તરફનો અભિગમ મોટા ભાગે સકારાત્મક રહ્યો છે અને ઇકોસિસ્ટમના તમામ ભાગીદારો વચ્ચે વધુ મજબૂત થઈ રહ્યો છે. હજુ દાયકા અગાઉ ભારતમાં ઉદ્યોગ સાહસિકતા મુખ્યત્વે પારિવારિક વ્યવસાય પૂરતી મર્યાદિત હતી. જોકે અત્યારે પોતાની રીતે આજીવિકા મેળવવા ઇચ્છતાં અને વ્યવસાય શરૂ કરવા ઇચ્છતાં લોકો માટે સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે ઇકોસિસ્ટમ અતિ અનુકૂળ છે. સાનુકૂળ સરકારી નીતિઓ, સ્ટાર્ટ-અપ્સ માટે સમાજની સકારાત્મક ધારણા અને નાણાકીય સમુદાય પાસેથી ફંડની ઉપલબ્ધતાએ ઉદ્યોગ સાહસિકોને રોજગારીના અન્ય એક વિકલ્પને બદલે ચોક્કસ ‘ઉદ્દેશ’ સાથે વ્યવસાય શરૂ કરવા આત્મવિશ્વાસ આપ્યો છે.

GEM ઇન્ડિયાના મેમ્બર અને EDIIના ફેકલ્ટી ડો. અમિત દ્વિવેદીએ કહ્યું હતું કે, વર્ષ 2018 સુધી GEMનાં અભ્યાસમાં ઉદ્યોગ સાહસિકતાની પ્રવૃત્તિ માટે મુખ્ય પ્રેરકબળો તરીકે વિશિષ્ટ તક અને આવશ્યકતા બહાર આવ્યાં હતાં. જોકે વ્યવસાય શરૂ કરવા માટે પાછળની મુખ્ય ભાવના માટે માત્ર આ જ પરિબળો જવાબદાર નથી. એટલે વર્ષ 2019માં ગ્લોબલ કન્સોર્ટિયમે વધુ માપદંડો ઉમેરવાનો નિર્ણય લીધો હતો. જેથી વ્યવસાય શરૂ કરવા પાછળ ઉદ્યોગ સાહસિકની ભાવનાને વધુ સારી રીતે સમજી શકાય.

EDIIના ફેકલ્ટી અને મેમ્બર, GEM ઇન્ડિયા ડો. પંકજ ભારતીએ કહ્યું હતું કે, રોજગારીની ખેંચ સાથે સંબંધિત માપદંડ સિવાય અન્ય માપદંડોમાં ભારતે ઊંચું સ્થાન મેળવ્યું છે. એ હકીકત પુરવાર કરે છે કે, દેશ જરૂરિયાત-આધારિત ઉદ્યોગ સાહસિકતામાંથી ઉદ્દેશથી સંચાલિત ઉદ્યોગ સાહસિકતા તરફ અગ્રેસર છે. આગળ જતાં મજબૂત ઇકોસિસ્ટમ દેશ ‘ઇનોવેશન-સંચાલિત’ ઉદ્યોગ સાહસિકતાના આગામી તબક્કામાં અગ્રેસર થશે એ સુનિશ્ચિત કરશે. જે જોબ-જનરેટર્સને બદલે જોબ-ક્રિએટર્સ દેશ બનવા કોઈ પણ અર્થતંત્ર માટે અંતિમ સ્ટેપ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.