આ અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, 2018 માં NBFCs ક્ષેત્રમાં સમસ્યા શરૂ થયા પછી બેન્ક પોતાની ભૂમિકાથી ભાગતું રહ્યું છે. બજેટને લઇને અપેક્ષાઓ અંગેના તેમના અહેવાલમાં અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે આરબીઆઈએ સંપત્તિના સ્થાને NBFCsને રોકડ રકમ આપવા માટે ગંભીરતાથી વિચારવું જોઈએ.
નોંધનીય છે કે, IL & FS ધરાશાયી થયા બાદ એનબીએફસી ક્ષેત્રને અસર થઈ છે. કેટલાક વિશ્લેષકો કહે છે કે રોકડની સમસ્યાનો સામનો કરી રહેલી એનબીએફસી દ્વારા ધિરાણ આપવામાં પણ ઘટાડો થયો છે. જેના કારણે જીડીપીનો ગ્રોથ પણર નીચે આવી ગયો છે.
એસબીઆઈના રિપોર્ટમાં, 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ માટેની નાણાકીય નીતિ અંગે આપવામાં આવેલા સૂચનોમાં એનબીએફસીની મદદ શામેલ છે.
રિપોર્ટ અનુસાર, જો આવું કરવામાં નહીં આવે તો ગ્રોથની સમસ્યામાં વધારો થશે. તેમણે 2020-21 માટે રાજકોષીય ખાધ 3.8 ટકા રાખવા સૂચન કર્યું હતું.