ETV Bharat / business

રિઝર્વ બેન્કે 2019-20 માટે કેન્દ્રમાં 57,128 કરોડ રૂપિયાના વધારાના ટ્રાન્સફરને મંજૂરી આપી - બોર્ડ મીટિંગ

બોર્ડની બેઠકમાં હાલની આર્થિક પરિસ્થિતિ, વૈશ્વિક અને સ્થાનિક પડકારો અને કોવિડ-19ના આર્થિક પ્રભાવને દૂર કરવા માટે કેન્દ્રીય બેન્ક દ્વારા લેવામાં આવતા નાણાકીય, નિયમનકારી અને અન્ય પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

RBI
RBI
author img

By

Published : Aug 14, 2020, 7:18 PM IST

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડે નાણાકીય વર્ષ 2019-20 માટે 57,128 કરોડ રૂપિયાના વધારાને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. આ સિવાય બોર્ડે ઇમરજન્સી રિસ્ક બફરને 5.5 ટકા પર જાળવવાનો નિર્ણય લીધો છે.

રિઝર્વ બેન્કની રજૂઆત મુજબ શક્તિકાંત દાસના નેતૃત્વમાં શુક્રવારે મળેલી બોર્ડ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ હતી. આ કેન્દ્રીય બોર્ડની 584મી બેઠક હતી.

બોર્ડની બેઠકમાં હાલની આર્થિક પરિસ્થિતિ, વૈશ્વિક અને સ્થાનિક પડકારો અને કોવિડ-19ના આર્થિક પ્રભાવને દૂર કરવા માટે કેન્દ્રીય બેન્ક દ્વારા લેવામાં આવતા નાણાકીય, નિયમનકારી અને અન્ય પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય બોર્ડ નવીન કેન્દ્ર સ્થાપવાના પ્રસ્તાવ અંગે પણ ચર્ચા કરી હતી.

બોર્ડે પાછલા વર્ષ દરમિયાન મધ્યસ્થ બેન્કના વિવિધ સંચાલન ક્ષેત્રની સ્થિતિની સમીક્ષા કરી હતી અને 2019-20 માટે ભારતીય રિઝર્વ બેન્કના વાર્ષિક અહેવાલ અને ખાતાઓને પણ મંજૂરી આપી હતી.

આ બેઠકમાં રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર બી.પી. કાનૂનગો, મહેશકુમાર જૈન, ડો. માઇકલ દેવવ્રત પાત્રા અને કેન્દ્રીય બોર્ડના અન્ય ડિરેક્ટર એન.ચંદ્રશેશરન, અશોક ગુલાટી, મનીષ સબરવાલ, પ્રસન્ના કુમાર મોહંતી, દિલીપ એસ સંઘવી, સતિષ કે.મરાઠે, એસ ગુરુમૂર્તિ , રેવતી અય્યર, અને પ્રોફેસર સચિન ચતુર્વેદીએ પણ હાજરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.