મુંબઇઃ RBI ગવર્નર શક્તિકાંત દાસ મીડિયાને સંબોધન કર્યું હતું. આ ગવર્નરની બીજી પ્રેસ કોન્ફરન્સ છે, જેનો ઉદેશ કોરોના મહામારીથી ઉત્પન્ન થયેલી આર્થિક પડકારોનો સામનો કરવાનો હતો.
શક્તિકાંત દાસે કહેલા મહ્તવના મુદ્દાઓ
- નાણાકીય સ્થિતિ પર RBIની સતત નજર
- જી-20 દેષોમાં આપણી ઇકોનોમી સૌથી સારી
- દુનિયાભરમાં ઇંધણ તેલના ભાવ નીચે જઇ રહ્યા છે
- દેશની નાણાકીય સ્થિતિ પહેલેથી જ ખરાબ છે, પરંતુ ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા સારી
- અમારા અધિકારીઓ કોરોના સામે લડત આપવા જોડાયા
- દુનિયામાં મોટી મંદીના અનુમાન અને એંધાણ છે, લગભગ 9 ટ્રિલિયન ડૉલરના નુકસાનની ભીંતિ
- દુનિયાભરના બજારોમાં ભારે નુકસાન થઇ રહ્યું છે
- ભારતમાં ATM પુરી ક્ષમતા સાથે 90 ટકા કામ કરી રહ્યા છે
- કોરોના ગયા બાદ 7.4 ટકા વિકાસ દરનું અનુમાન
- કોરોનાથી થનારા નુકસાનને રોકવા માટેના મિશન પર કામ શરુ
- 27 માર્ચ બાદ મેક્રોઇકોનોમિક સ્થિતિમાં ઘટાડો આવ્યો છે
- ભારતમાં GDP ગ્રોથ 1.9 ટકા રહેવાનું અનુમાન
- સામાન્ય મૉનસુના અનુમાનથી ગ્રામિણ માગમાં વધારો થવાની સંભાવના
- ફેબ્રુઆરી IIPમાં કોરોનાની અસરનો સમાવેશ નથી
- 91% ક્ષમતાની સાથે ATM કામ કરી રહ્યા છે
- 10 એપ્રિલ સુધી વિદેશી મુદ્રા ભંડાર 47,650 કરોડ ડૉલર
- સિસ્ટમમાં પર્યાપ્ત લિક્વિડિટી બનાવી રાખવાનો પ્રયાસ
- સિસ્ટમમાં ટાર્ગેટેડ લોન્ગ ટર્મ રેપો ઑપરેશન દ્વારા 50,000 કરોડ રુપિયા આપીશું
- નાબાર્ડને સ્પેશિયલ રિફાઇનેન્સ હેઠળ રુપિયા 25,000 કરોડ મળશે
- રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો, રિવર્સ રેપો રેટ 4% ઘટીને 3.75 ટકા
મીડિયાને કરેલા છેલ્લા સંબધનમાં દાસે 75 આધાર અંકોને રેપો રેટમાં ઘટાડા સહિત કેટલાય ઉપાયોની જાહેરાત કરી હતી. RBIએ રિવર્સ રેપો રેટમાં પણ 90 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતા 4 ટકા કર્યો હતો. જે કેશ રિઝર્વ રેશિયો (CRR)માં 100 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને 3 ટકા કરવામાં આવ્યો હતો.
વિવેકપૂર્ણ ધોરણોમાં રાહત
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્શ્યોરન્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટના એડજંટ પ્રોફેસર ડૉ. કે શ્રીનિવાસ રાવે ઇટીવી ભારત સાથે વાતચીતમાં જણાવ્યું કે, 'માર્ચમાં ઘોષિત RBIના ઉપાયો એ સમયના આંકડાઓ પર આધારિત હતા. બેસલ સમિતિએ 3 એપ્રિલે કોરોનાની ગંભીરતના ધ્યાને રાખીને ઋણ વૃદ્ધિ આગળ વધારવા માટે વિવેકપૂર્ણ ગાઇડ લાઇન્સને સરળ બનાવવા માટે અમુક ઉપાયો આપ્યા હતા.'
સીએઆર શું છે?
CAR એક બેન્કની ઉપલબ્ધ રકમનું માપ છે, જે બેન્કને જોખમ-વેઇટ ક્રેડિટ એક્સપોઝરના પ્રતિશિતના રુપમાં ગણના કરવામાં આવે છે. મુખ્ય રુપે તેનો ઉપયોગ બેન્કોની પાસે જમાકર્તાઓના પૈસાઓની સુરક્ષા કરવા માટે થાય છે.