નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કોરોના વાઈરસ મહામારીને ધ્યાને રાખી અર્થવ્યવસ્થાને વેગ આપવાં માટે સ્થાનિક રોકાણ વધારવાની સાથે સાથે વિદેશી રોકાણને આકર્ષિત કરવાના વિભિન્ન ઉપાયો પર વિસ્તારથી ચર્ચા કરી હતી. અર્થવ્યવસ્થા મુદ્દ બે આજે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, દેશમાં હાલના ઔદ્યોગિક જમીનો, પ્લોટ, સંકુલ વગેરેમાં તૈયાર માળખાગત કામગીરીના પ્રોત્સાહન માટે એક યોજના વિકસિત થવી જોઈએ અને તેમને જરૂરી આર્થિક સહાય પણ પૂરી પાડવી જોઇએ. આ બેઠક દરમિયાન મોદીએ તમામ સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો કે, રોકાણકારોને જાળવી રાખવા, તેમની સમસ્યાઓ જોવા અને સમયમર્યાદામાં તમામ જરૂરી કેન્દ્રીય અને રાજ્ય મંજૂરી મેળવવા તેમને મદદ કરવા માટે દરેક સંભવિત પગલા સક્રિય પગલા લેવા જોઈએ.