ETV Bharat / business

સીતારમણના બજેટથી રાજ્યો કેન્દ્રીય વેરામાંથી પોતાના હિસ્સાના 1.53 લાખ કરોડ ગુમાવશે - Nirmala Sitharaman

કેન્દ્રીય ખાતાવહી: આ વર્ષની કેન્દ્રીય ખાતાવહીનું કાળજીપૂર્વક વાચન કરવાથી આર્થિક સુસ્તી દ્વારા કેન્દ્ર અને રાજ્યોને બંનેની આર્થિક બાબતોને કેટલું નુકસાન ગયું છે તે સાચી હકીકત જાણવા મળશે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે પુનર્વિચારિત અંદાજોમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સ્વીકાર્યું કે તેઓ પાંચ મુખ્ય વેરાઓ જે કેન્દ્ર દ્વારા નખાયેલા છે અને કેન્દ્ર દ્વારા ઉઘરાવાય છે તેના ખાતાવહી લક્ષ્યાંકો પૂરા કરવા સમર્થ નથી.

etv bharat
etv bharat
author img

By

Published : Feb 4, 2020, 12:41 PM IST

આર્થિક સુસ્તીએ માત્ર કેન્દ્રની આર્થિક બાબતોને જ પ્રતિકૂળ અસરો નથી કરી પરંતુ તેણે રાજ્યોની સરકારોને પણ સમાન રીતે ફટકો પાડ્યો છે કારણકે તેઓ આ વર્ષે કેન્દ્રો દ્વારા ઉઘરાવાતા વેરાઓમાં તેમના હિસ્સા તરીકે રૂ. ૧.૫૩ લાખ કરોડથી વધુ રકમ ગુમાવશે.

છેલ્લા પાંચ ત્રિમાસમાં જીડીપી વૃદ્ધિદર સતત નીચે ઉતરી રહ્યો છે તે જુલાઈ-સપ્ટેમ્બર ગાળામાં માત્ર ૪.૫ ટકાએ ઘટી ગયો. આ વર્ષ ૨૦૧૨-૧૩ના જાન્યુઆરી-માર્ચથી સૌથી નીચો જીડીપી વૃદ્ધિ દર છે. આ સુસ્તીએ કેન્દ્ર સરકારની આર્થિક બાબતોને સંપૂર્ણ રીતે અસ્ત-વ્યસ્ત કરી નાખી છે.

વર્ષ ૨૦૧૯-૨૦ માટેના તેમના ખાતાવહી અંદાજમાં, નિર્મલા સીતારમણે જુલાઈ ૨૦૧૯માં જ્યારે તેમની પ્રથમ ખાતાવહી રજૂ કરી હતી ત્યારે રૂ. ૨૪.૬૧ લાખ કરોડની કુલ આવક ઉઘરાણીનો અંદાજ મૂક્યો હતો. તે રૂ. ૨૨.૪૮ લાખ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે પુનર્વિચારિત અંદાજ)થી રૂ. ૨૪.૬૧ લાખ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના ખાતાવહી અંદાજ)માં રૂ. ૨.૧૩ લાખ કરોડ એટલ કે ૯.૪૭ ટકાનો તીવ્ર ઊછાળો થવા અનુમાન હતું. તેમને વિશ્વાસ હતો કારણકે જીએસટી સિવાય બે અન્ય મોટા વેરાઓ- કૉર્પોરેશન વેરા અને આવક વેરા-એ આ વર્ષે તંદુરસ્ત વૃદ્ધિના સંકેતો દર્શાવ્યા હતા.

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે, કેન્દ્ર દ્વારા ઉઘરાવાયેલા રૂ. ૨૪.૬૧ લાખ કરોડ પૈકી રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારે નાખેલા અને ઉઘરાવેલા વેરાઓ, જેનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને કરે છે, તેમાં તેમના હિસ્સા તરીકે રૂ. ૮.૦૯ લાખ કરોડની આવક મળવાની હતી.

જોકે માત્ર સાત જ મહિનાઓમાં, પાંચ જુલાઈ ૨૦૧૯થી ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ દરમિયાન નિર્મલા સીતારમણનો નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઉઘરાણીનો અંદાજ અસ્ત-વ્યસ્ત થઈ ગયો. કેન્દ્રીય સરકારનું કુલ વેરા ઉઘરાણું રૂ. ૨૪.૬૧ લાખ કરોડ (વર્ષ ૨૦૧૯-૨૦ માટે ખાતાવહી અંદાજ)થી ઘટી રૂ. ૨૧.૬૩ લાખ કરોડ (વર્ષ ૨૦૧૯-૨૦ માટે પુનર્વિચારિત અંદાજ) થવાનું છે જે રૂ. ૨.૯૮ લાખ કરોડ અથવા ૧૨.૧ ટકા ઘટાડો છે.

પરિણામે, કેન્દ્ર સરકારનું વેરા ઉઘરાણું ખાતવહી અંદાજ રૂ. ૧૬.૫ લાખ કરોડથી રૂ. ૧૫.૦૫ લાખ કરોડ (કેન્દ્ર સરકારને ચોખ્ખી આવક) થવાની છે એટલે કે રૂ. ૧.૪૫ લાખ કરોડ અથવા ૮.૮૪ ટકાનો ઘટાડો છે.

જોકે, રાજ્ય સરકારોને સંપૂર્ણ સંખ્યાની રીતે નુકસાન આંશિક રીતે ઊંચું હશે અને તેમની અંદાજિત આવકના પ્રમાણમાં તો વધુ ઊંચું હશે.જોકે રાજ્ય સરાકરોને વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂ. ૮.૦૯ લાખ કરોડની આવક મળવાની હતી, પરંતુ શનિવારે પુનર્વિચારિત અંદાજ અપાયા પ્રમાણે, તેમનો હિસ્સો ઘટીને રૂ. ૬.૫૬ લાખ કરોડ થઈ ગયો છે જે ખાતાવહીના અંદાજ સામે રૂ. ૧.૫૩ લાખ કરોડ અથવા ૧૮.૯૧ ટકાનું નુકસાન દર્શાવે છે.

Intro:Body:

blanak for national

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.