ETV Bharat / business

વીજ ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને ડેનમાર્ક વચ્ચે કરાર - India Denmark

ઉર્જા મંત્રાલય અને ડેનમાર્કના ઉર્જા, ઉપયોગી સેવાઓ અને જલવાયુ બાબતોના મંત્રાલય વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. આ કરારનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે પરસ્પર લાભના આધારે પાવર ક્ષેત્રે મજબૂત અને લાંબા ગાળાના સહયોગનો વિકાસ કરવાનો છે.

વીજળી
વીજળી
author img

By

Published : Jun 8, 2020, 9:36 PM IST

નવી દિલ્હી: ભારત અને ડેનમાર્ક વચ્ચે વીજ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. વીજ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે પ્રારંભિક કરાર બાદ સંયુક્ત કાર્યકારી જૂથ પણ બનાવવામાં આવશે, જે એમઓયુ હેઠળ તેની વિગતોના અમલીકરણ પર કામ કરશે.

નિવેદનના અનુસાર, 5 જૂને ઉર્જા મંત્રાલય અને ડેનમાર્કના ઉર્જા, ઉપયોગી સેવાઓ અને જલવાયુ બાબતોના મંત્રાલય વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. આ કરારનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે પરસ્પર લાભના આધારે પાવર ક્ષેત્રે મજબૂત અને લાંબા ગાળાના સહયોગનો વિકાસ કરવાનો છે.

ભારત વતી ઉર્જા સચિવ સંજીવ નંદન સહાય અને ડેનમાર્ક વતી ડેનમાર્કના રાજદૂત ફ્રેડ્ડી સ્વાને હસ્તાક્ષર કર્યા હતા.

આ ક્ષેત્રોમાં ડેનમાર્ક સાથે સહયોગથી દેશના વીજળી બજારને ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.